મોસ્કો,તા. ૨૯
ફિફા વર્લ્ડકપમાં આવતીકાલથી દિલધડક રાઉન્ડ ૧૬ની શરૂઆત થઇ રહી છે. હવે વાપસી કરવાની કોઇ ટીમને તક મળશે નહી. જે ટીમો હારશે તે ટીમો બહાર થઇ જશે. રાઉન્ડ ૧૬ના પ્રથમ દિવસે આવતીકાલે બે મેચો રમાનાર છે. જે પૈક પ્રથમ મેચમાં ફીફા વર્લ્ડ કપમાં વર્ષ ૨૦૧૪માં રનર્સ અપ રહેલી આર્જેન્ટિનાની ટક્કર ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સની ટીમ હોટફેવરીટ તરીકે ઉતરશે. કારણ કે આર્જેન્ટિના ખુબ મુશ્કેલથી સરળ ગ્રુપ હોવાના કારણે રાઉન્ડ ૧૬માં પ્રવેશ કરી શક્યુ છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. બીજી મેચ આવતીકાલે ઉરુગ્વે અને પોર્ટુગલ વચ્ચે રમાશે. આ મેચનુ પ્રસારણ રાત્રે ૧૧-૩૦ વાગેથી કરવામાં આવનાર છે. ઉરુગ્વે વધારે શાનદાર ફોર્મમાં છે. તે જોતા તે ફેવરીટ ટીમ છે. સુઝારેઝ અને રોનાલ્ડો વચ્ચે સ્પર્ધા થનાર છે. આ મેચ પણ રોચક રહેશે પ્રથમ તબક્કામાં ૪૮ મેચો રમાઇ ચુકી છે. એક દિવસના બ્રેક બાદ રાઉન્ડ ૧૬ હવે શરૂ થશે. ૩૦મી જુનથી આની શરૂઆત થઇ રહી છે.