ઉના, તા.૯
ઉના તાલુકાના ખાણ ગામે રહેતી પરણિત યુવતીના ઘરે સમાધાનના બહાને જઇ ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચરી એક બીજાને મદદ ગારી કરી ગુનો કર્યા બાદ આરોપી ઉપર છ શખ્સોએ દેલવાડા ગામની ચોકડી પાસે તલવાર, કુહાડી જેવા જીવલેણ હથિયારોથી માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા કરતા સારવાર માટે રાજકોટની હોસ્પિટલે ખસેડી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખાણ ગામે રહેતી પરણિત મહિલાના ઘરે ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર મેઘજી સોલંકી તેમજ વિજય મોહન સોલંકી, પાંચા અરજણ વાજા રહે.ખાણ મહિલાના ઘરે કોઇ કેસના સમાધાનના બહાને જઇ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશે મહિલા સાથે વાતચીત કરી તેની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી તેમજ તેની સાથે રહેલા આરોપી વિજય મોહન સોલંકી તેમજ પાંચા અરજણ વાજા રહે. ખાણ વાળાએ મહિલાના બંન્ને હાથ-પગ પકડી મદદગારી કરી કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચર્યો હોવાની ફરિયાદ પરણિત મહિલાએ ઉના પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ નોધાવી છે. જ્યારે સામા પક્ષે ધર્મેન્દ્ર મેઘજી સોલંકી (ઉ.વ.૩૦) રહે. ખાણ વાળાએ દેલવાડાના ચાર રસ્તા ચોકડી ઉપર ઉપરોક્ત મહિલાના ઝઘડા બાબતે સંજય તુલશી મેર, મોહન રામ બાંભણિયા, નીમિત તુલશી મેર, રસીક જીણા બાંભણિયા રહે. ખાણ, નિલેષ મનુ વાજા, નિલેષ કોળી રહે. ઉના વાળાએ રસ્તામાં રોકી ધર્મેન્દ્ર મેઘજી સોલંકી ઉપર બુટલેગર રસીક જીણા તેમજ ભરત મોહને તલવાર કુહાડી જેવા ઘાતક હથિયારોથી માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ કરતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ઉના હોસ્પિટલે ખસેડાતા ત્યાથી વધુ સારવાર અર્થે બહાર મોકલી હતી. આ બનાવ અંગે સામસામી ફરિયાદો ઉના પોલીસે નોંધી આરોપીને ઝડપી લેવા પીએસઆઇ ચાવડાએ તજવીજ હાથ ધરી છે.