અમદાવાદ, તા.૩
ભાજપ નેતા જયંતિ ભાનુશાળી સામેના દુષ્કર્મ કેસમાં હવે નવો વળાંક આવે તેવી શક્યતાઓ છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે સમાધાન થયું છે. મળતી વિગતો પ્રમાણે ભાજપ મોવળી મંડળના હસ્તક્ષેપ બાદ અબડાસા મતવિસ્તારમાં ભાનુશાળી હસ્તક્ષેપ ન કરે તે શરતે બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું છે. આ ઉપરાંત માહિતી મળી છે કે, ભાનુશાળી અને છબિલ પટેલ વચ્ચે ગુજરાત બહાર કોઈ અજ્ઞાત સ્થળે મુલાકાત થઈ હતી. જ્યાં પોતાના સામે થયેલ કેસને પતાવવા ભાનુશાળીએ છબિલ પટેલની શરતોનો સ્વિકાર કર્યો છે. તે સાથે જ ધરપકડથી બચવા માટે ભાનુશાળીએ રાજકીય સન્યાસ પણ સ્વિકારી લીધો છે. મહત્ત્વનું છે કે ભાનુશાળી સામે સેક્સ સીડી કાંડમાં છબિલ પટેલ સામે પણ આરોપ છે. સીડીકાંડ મુદ્દે છબિલ પટેલની ઓડીયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જે બાદ આ સમાધાન થયાના અણસાર છે.