અમદાવાદ, ૨૬
રાજ્યમાં રેશનીંગના સામાન લેવા માટે આધારકાર્ડ ફરજિયાત હોવાને ગુજરાત હાઈકોર્ટનો આજે મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. રાજ્યસભામાં રેશનિંગનો સામાન લેવા માટે ધારકોએ આધારકાર્ડનું લીંકઅપ કરાવવું ફરજિયાત છે. જે લીંકઅપ ન થાય તો ધારકોને રેશનિંગનો સામાન મળતો નથી. આ પરિસ્થિતિમાં હાઈકોર્ટે પ્રાઈઝશોપ ધારક ૩૦ સપ્ટેમ્બર સુધી આધારકાર્ડ વગર પણ સામગ્રી આપી શકશે તેવો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આધાર કાર્ડ વગર રેશનિંગનો સામાન આપવાનો અતિમહત્ત્વનો ચુકાદો આવ્યો છે. આધારકાર્ડ લીંકઅપ વગર આપવામાં આવતા રેશનીંગ સામગ્રીના જથ્થાની વિગતો માટે અલગથી રજીસ્ટર ફેર પ્રાઈઝ શોપ ધારકે રાખવું પડશે. તથા હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે કનેક્ટીવીટીના અભાવે આધાર કાર્ડનું લીંકઅપ ન થઈ શકે તો જ્યારે કનેક્ટિવીટી મળે. ત્યારે આ તમામ માહિતી ફેરશોપ ઓનરે અપલોડ કરવાની રહેશે. તો વળી ફેરશોપ ઓનરે જથ્થામાં થતી ગેરરીતીઓ ડામવા માટે આધારકાર્ડ કઢાવવું અને લીંકઅપ કરવું ફરજિયાત હોવાનું પણ કહ્યું હતું.