(સંવાદદાતા દ્વારા) ખેડા,તા.૧૪
ખેડા તાલુકાના કનેરા ગામે કોંગ્રેસ દ્વારા સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર મહેમદાવાદ મત વિસ્તારમાં આવતા ખેડા તાલુકાના ર૭ લોકોના યોજાયેલ (સ્નેહ સંમેલનમાં સ્વાગત પ્રવચન ખેડા તા.કોંગ્રેસ પ્રમુખે કર્યું હતું.
સંમેલનની શરૂઆતમાં ખેડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તોરેખાન પઠાણે કહ્યું કે નોટબંધી અને જીએસટીએ તમામ વર્ગોને ભારે મુશ્કેલીમાં મુકયા છે સમાજના તમામ લોકો ભાજપના કુશાસનથી હેરાન થઈ ગયા છે બેરોજગારીએ ભરડો લીધો છે. દલિતોને સતાવવામાં આવે છે. આવા શાસનને જાકારો આપવાનો સમય પાકી ગયો છે. જયારે ઉત્કેશ્વર મંદિરના મહંત શ્રી ગીરીદાસ મહારાજે કહ્યું કે મોદી બે આંગળી બતાવીને કહે છે કે એ હું અને બીજા અમિત શાહ સિવાય ભાજપમાં કોઈનું સ્થાન નથી રર વર્ષથી ચાલતી સરમુખ્તીયાર શાહીનો અંત લાવવાનો સમય આવી ગયો છે. ધારાસભ્ય શ્રી ગૌતમસિંહે લાલચમાં આવ્યા વિના જે કામગીરી બજાવી તે ધન્યવાદને પાત્ર છે. આગામી વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં સરમુખ્તીયાર શાહીને પછાડી લોકશાહી લાવવા અનુરોધ કર્યો હતો જયારે મહેમદાવાદના ધારાસભ્ય શ્રી ગૌતમસિંહ ચૌહાણે પ્રવચન કરતા કહ્યું કે આ વિસ્તારમાંથી અનેક ગામોમાં વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે. આગામી વર્ષમાં વધુ વિકાસ માટે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવશે ત્યારે વિકાસની તકો હજુ વધી જશે. સમારંભના અધ્યક્ષ પદેથી માલસિંહભાઈ રાઠોડે જણાવ્યંુ કે ભાજપે આરએસએસનો એજન્ડા દરેક ક્ષેત્રમાં લાગુ કરી દીધો છે. ગરીબ અને કચડાયેલા દલિત વર્ગને શિક્ષણ જેવા પાયાના કામથી ધોરણ-૧થી ૯માં વગર પરીક્ષાએ પાસ કરીને શિક્ષકોને સરકારી કામમાં જોતરીને શિક્ષણને પાંગરૂં કરી દીધું છે. જયારે ખાનગી સ્કૂલ, કોલેજોને પ્રોત્સાહન આપીને ધનિક વર્ગ શિક્ષણ મેળવી શકે તેવો કારસો રચ્યો છે જયારે માતરના માજી ધારાસભ્ય શ્રી ધીરૂભાઈ ચાવડાએ જણાવ્યું કે ભારતે આજે વિશ્વની સમક્ષ વિકાસની જે હરણફાળ ભરી છે કે કોંગ્રેસની મુત્સદ્દીગીરી અને દુરંદેશીનું પરિણામ છે નહીં ત્રણ વર્ષના શાસકની દેન આ સમારંભમાં પ્રભારી શ્રી મદનલાલ વર્મા, અજીતસિંહ ઝાલા, અશોકભાઈ બારૈયા, ઐયુબખાન પઠાણ સહિત અનેક ગામના સરપંચો તથા આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.