અમદાવાદ,તા.પ
રાજ્યભરના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. જયારે થોડાક સમય અગાઉ જ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો હતો. ત્યારે હવે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાના બે પેપરની તારીખોમાં ફેરબદલ કરાયો છે. જે મુખ્ય ૮ માર્ચે લેવાનાર તત્વજ્ઞાનની પરીક્ષા ૯ માર્ચે લેવાશે. જયારે ૯ માર્ચની આંકડા શાસ્ત્રની પરીક્ષા હવે ૮ માર્ચે લેવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે તમામ શાળાઓ, શિક્ષકો અને વિધાર્થીઓને જાણ કરવામાં આવી છે.
ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની આગામી માર્ચ-ર૦૧૯ની પરીક્ષાના તા.૮-૩-ર૦૧૯ અને તા.૯-૩-ર૦૧૯ના કાર્યક્રમમાં અંશતઃ ફેરફાર થયેલ છે અગાઉના કાર્યક્રમમાં તા.૮-૩-ર૦૧૯ના રોજ બપોરના ૩-૦૦થી ૬-૧પના સમયગાળામાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી. તે વિષયની પરીક્ષા હવે તા.૯-૩-ર૦૧૯ના રોજ તે જ સમય દરમ્યાન લેવામાં આવશે અને અગાઉના કાર્યક્રમમાં તા.૯-૩-ર૦૧૯ના રોજ બપોરના ૩-૦૦થી ૬-૧પના સમયગાળામાં આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા હતી. તે વિષયની પરીક્ષા તા.૮-૩-ર૦૧૯ના રોજ તે જ સમય દરમ્યાન લેવામાં આવશે. પરીક્ષાનો નવો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ ઉપર મુકવામાં આવ્યો છે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક યાદીમાં જણાવાયું છે.