(એજન્સી) મુંબઈ, તા.૨૨
લોકસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસે રત્નાગિરી-સિંધુદુર્ગ મતવિસ્તારમાં નવીનચંદ્ર બંદીવાડેકરને ઉમેદવાર બનાવ્યા છે. નવીનચંદ્રે સનાતન સંસ્થાના વૈભવ રાઉતને જાહેરમાં સમર્થન આપ્યું છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવાર કાયદા હેઠળ ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા વૈભવની ધરપકડ કરવામાં આવ્યા બાદ વૈભવ જેલમાં છે. એટીએસે વૈભવના નિવાસસ્થાનેથી વિસ્ફોટક સામગ્રી પણ કબજે કરી હોવાનું કહેવામાં આવે છે. નવીનચંદ્રને કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ છે. નવીનચંદ્રે સનાતન સંસ્થાના સભ્ય વૈભવની ધરપકડ સામે વિરોધ કર્યો હોવાથી કોંગ્રેસ ઉગ્ર પ્રતિક્રિયાનો સામનો કરી રહી છે. રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાં કટ્ટરવાદી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવા બદલ ટિ્વટર પર કોંગ્રેસ નેતાગીરીને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. ૬૩ વર્ષીય નવીનચંદ્રે વૈભવનું માત્ર સમર્થન જ કર્યુ નથી પરંતુ નલ્લાસોપારામાં બે રેલીઓનું નેતૃત્વ પણ કર્યુ હતું. આ રેલીઓનું સનાતન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જનસંવાદ સભા ગણાવવામાં આવી હતી. નવીનચંદ્ર્ મુંબઇના વતની છે અને શહેરમાં ચાઇનીસ રેસ્ટોરન્ટની ચેન ચલાવે છે. તેઓ સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ તાલુકાના નરિંગ્રે ગામના વતની છે. નવીનચંદ્ર ઓલ ઇન્ડિયા ભંડારી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પણ છે.જોકે, નવીનચંદ્રે સનાતન સંસ્થાથી અંતર રાખવાનો પ્રયાસ કર્યો છે અને જણાવ્યું છે કે ભંડારી સમુદાયના રાષ્ટ્રી પ્રમુખ હોવાથી તેઓ વૈભવનું સમર્થન કરે છે. વૈભવ ભંડારી સમુદાયનો છે. પહેલા દિવસથી જ અમે કહી રહ્યા છીએ કે કોર્ટ દ્વારા પૂરવાર કરવામાં નહીં આવે ત્યાં સુધી વૈભવ ત્રાસવાદી નથી.
કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે સનાતન સંસ્થાના સભ્યનું સમર્થન કર્યું !!!

Recent Comments