(એજન્સી) તા.૧પ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર ગણાવતા પાર્ટી કાર્યકરોને સંપૂર્ણ મહેનત સાથે તેમાં લાગી જવાની અપીલ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણી પહેલા દરેકવાર અખલાક અને એવોર્ડ વાપસી જેવા મુદ્દાઓ ફરીવાર ઊભા કરવામાં આવે પણ આ તમામ છતાં ભગવા દળ(ભાજપ) જ દરેક ચૂંટણી જીતશે. શાહે કહ્યું હતું કે અખલાકની ઘટના બની ત્યારે પણ જીત્યા, એવોર્ડ વાપસી થઇ તો પણ જીત્યા. હવે કંઈ કરશો તો પણ જીતીશું. અખલાકની ઘટના બનવા છતાં અત્યાર સુધી જે જે કહેવામાં આવ્યું અને આપણે જે જે સાંભળ્યું તેનાથી સૌ કોઈ વાકેફ છે. છેલ્લા ચાર વર્ષોથી વર્તમાન સરકાર સત્તાના મદમાં ચૂર દેખાઈ રહી છે. જોકે આ હેરાન કરી મૂકે તેવું કેમ છે ? કેમ કે ભાજપના અધ્યક્ષને વિશ્વાસ છે કે હિન્દુ સમાજ તેમની સાથે છે. અમિત શાહે તેમના ભાષણમાં એવોર્ડ વાપસી અને અખલાકની હત્યાનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો. ભાજપે લેખકો અને કલાકારોને પણ યાદ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં જટિલતાને જોતાં આવા લોકો એવોર્ડ પાછા આપી રહ્યા હતા. આ એક પ્રકારે એવોર્ડ વાપસી ગેંગ હતી. તેમણે કહ્યું હતું કે હત્યા અને વિરોધ તથા હિંસક દેખાવો હિન્દુઓને વિચલિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. જોકે તેના બદલામાં ભાજપ માટે લોકો એકજૂથ થયા છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હિંસા ભાજપ માટે સમર્થન એકઠું કરે છે.