અમદાવાદ, તા.ર૪
અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડની મીટીંગ આજરોજ આસી.મ્યુ.કમિશ્નર તેજસ ભંડારીના અધ્યક્ષસ્થાને વોર્ડના તમામ વિભાગના સ્ટાફ તેમજ આસી.એન્જિનિયરોની હાજરીમાં મળી હતી.જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના સેક્રેટરી કેતન પટેલ તથા વોર્ડના મ્યુ.કાઉન્સીલરો હાજર રહ્યા હતા જેમાં આ મીટિંગમાં પમ્પિંગ સ્ટેશન, વૉટર તેમજ ડ્રેનેજ ,આંગણવાડી તથા હેલ્થ સેન્ટર અને ટીપી રોડ પાકા કરવાનાં પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. વિંઝોલ ગામ તળાવ ડેવલપમેન્ટનું કામ તાકીદે કરવા તેમજ રીંગરોડ ગળનાળાનું કામ વિંઝોલ, ગામ તળનો જી.આઇ.ડી .સી તરફ જતો રોડ આર.સી.સી. કરવા વિંઝોલ ગામમાં પેવર બ્લોક નાખવા તેમજ નવા વટવા, નવા વિંઝોલ, જશોદાનગર, ઈન્દ્રપુરી ટાઉનશીપ, ન્યુ મણિનગર, રામોલ વસ્ત્રાલ જામફળવાળી ત્રીકમપુરા હાથીજણ વિવેકાનંદનગર વિનોબાભાવેનગરના તમામ પ્રશ્નો અને રસ્તા પાણી ગટરની સમસ્યાના બાકી કામો તાકીદે પુરા કરવા સુચના આપવામાં આવી છે તેમજ વટવા ય્ૈંડ્ઢઝ્ર એશોશીયેશનને ર્સ્ેંં મુજબ તાકીદે પેમેન્ટ કરી રોડ લાઇટો ગટર ના કામો કરાવવા રજૂઆત કરવામાં આવી હતી એમ મ્યુ.કાઉન્સીલર અતુલ પટેલે જણાવ્યું છે.