(એજન્સી) મુંબઈ,તા.૩૦
વિવાદાસ્પદ દક્ષિણપંથી નેતા સંભાજી ભીડેએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભગવાન બુદ્ધવાળી ટિપ્પણી ખોટી હતી. કારણ કે તેમની શીખ આજની દુનિયા માટે ઉપયોગી નથી.
યુનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારતે દુનિયાને યુધ્ધ નહીં બુદ્ધ આપ્યા છે. ભારતે બુદ્ધનો શાંતિ સંદેશ આપ્યો છે. પરંતુ દક્ષિણપંથી નેતા સંભાજી ભીડેએ સાંગલીના એક કાર્યક્રમમાં દાવો કર્યો કે દુનિયાને વર્તમાન સમયમાં શાંતિનો સંદેશ જોઈતો નથી જે બુદ્ધ દ્વારા ઉપદેશમાં અપાયો છે. વડાપ્રધાન મોદીએ બુદ્ધનો ઉલ્લેખ કરી ભૂલ કરી છે બુદ્ધનો શાંતિનો સંદેશ હવે નિરર્થક છે. તેમણે કહ્યું કે તમારે દુનિયામાં વ્યવસ્થા કાયમ કરવી હોય તો છત્રપતિ શિવાજી મહારાજ અને પુત્ર સંભાજી મહારાજના વિચારો આવશ્યક છે.