(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે પાકિસ્તાની સત્તાધીશોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં બે વખત ચાલતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનની સુવિધાને બંધ કરી દીધી હતી. જો કે, આ ટ્રેન સેવાને ૩ માર્ચના રોજ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન શરૂ તો થઈ પરંતુ નવી દિલ્હીથી અટારી જતી આ ટ્રેનમાં માત્ર ૧ર જ યાત્રીઓ રવાના થયા. પુલવામામાં આતંકી હુમલા બાદ બંને દેશોમાં બદલાયેલી પરિસ્થિતિને જોતાં તેને ર૮ ફેબ્રુઆરીએ આગામી આદેશ સુધી રદ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સમજૌતા એક્સપ્રેસ ભારતથી રવિવારે અને બુધવારે રવાના થાય છે. જ્યારે પાકિસ્તાનથી તે સોમવારે અને ગુરૂવારે પરત ફરે છે. આ ટ્રેન લાહોરથી વાઘા બોર્ડરની નજીક અટારી અને અટારીથી જૂની દિલ્હીના સ્ટેશન સુધી આવે છે.
સમજૌતા એક્સપ્રેસમાં થર્ડ એસીનો એક કોચ અને સ્લીપર ક્લાસના છ કોચ હોય છે. દિલ્હીથી અટારીની વચ્ચે ટ્રેનનું કોઈ કમર્શિયલ સ્ટોપેજ નથી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સમજૌતા એક્સપ્રેસનું સંચાલન ૧૯૭૧ના યુદ્ધ બાદ રર જુલાઈ, ૧૭૯૬ના રોજ શિમલા કરારને અંતર્ગત શરૂ કરવામાં આવ્યું હતું.
હવાઈ હુમલા બાદ, પાકિસ્તાન જવા માટે માત્ર ૧ર મુસાફરોએ સમજૌતા એક્સપ્રેસની ટિકિટ બુક કરાવી

Recent Comments