(એજન્સી) બેઈજિંગ, તા.૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ચીને અમેરિકા સાથે વ્યાપાર સમજૂતી તોડી નાંખી છે. જેનું પરિણામ ચીને ભોગવવું પડશે.
ટ્રમ્પે કહ્યું કે, ચીનના નાયબ વડાપ્રધાન લી યૂ ગુરૂવારે અમેરિકા આવી રહ્યા છે. તેઓ સારા વ્યક્તિ છે. જો અમે કોઈ સમજૂતી કરી રહ્યા નથી તો વર્ષે ૧૦૦ અરબ ડોલરથી વધુ રકમ લેવામાં કોઈ ભૂલ નથી કરતા. તેમણે કહ્યું કે, અમેરિકા ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તેના કર્મચારીઓને ઠગવાના અને તેમની નોકરીઓ ચોરી લેવા પર રોક નહીં લગાવાય. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓની વ્યાપાર વાર્તાના અંતિમ તબક્કામાં ગુરૂવારે મુલાકાત થઈ રહી છે. જેમાં અમેરિકા દ્વારા ચીનના ઉત્પાદો પર ભારે આયાત શુલ્ક લગાવવા અંગે ચર્ચા થશે તથા આ શુલ્કને ઓછું કરવા વાતચીતની સંભાવના છે. ટ્રમ્પે કહ્યું કે, ચીન એક સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ તેના પર સહમતી બની નહીં. તેઓ ચીનના ઉત્પાદો પર લગાવેલા શુલ્ક માધ્યમથી અમેરિકી ખજાનામાં વર્ષે ૧૦૦ અરબ ડોલર મળવાથી ખુશ છું. ગયા સપ્તાહમાં અમેરિકાએ ચીનના ર૦૦ અરબ ડોલરના ઉત્પાદો પર અમેરિકી શુલ્ક ૧૦થી રપ% કરવાની જાહેરાત કરી હતી.