અમરેલી, તા.રર
અમરેલી જિલ્લામા કોંગ્રસમાં દાવેદારોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળે છે ત્યારે આજે રાજુલા તાલુકાના ડોળીયા ગામે મુુંબઈથી એક નવો જ ચહેરો સામે આવ્યો છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી મુંબઈના થાણા વિસ્તારમાં રહેતા અને ડોળીયા ગામના વતની વિજયભાઈ દવે એ આજે વતનમાં રાજુલા તાલુકાના સિતેર ગામના સરપંચો તેમજ જિલ્લાભરના આગેવાનોની એક મિટીંગ બોલાવી હતી. જેમાં વિજયભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા પોકારી પ્રબળ લોક્સભાની ટિકિટની માંગ કરી હતી. ત્યારે વિજયાભાઈ દવે જણાવ્યું હતું કે, હું છેલ્લા પચીસ વર્ષથી વતનમાં આવું છું અને આ વિસ્તારની ખેડૂતોની વેદનાઓ સંભળુ છું હવે મારે આ સમસ્યાઓના નિરાકરણ માટે લડવાનો સમય પાકી ગયો છે અને હું હવે લોકોની સેવા કરવા અને ખેડૂતોની સ્થાનિકોની સમસ્યા દૂર કરવા અહીં આવ્યો છું અને મને હાલ ૭૨ ગામના સરપંચોનું અને તમામ જ્ઞાતિના લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ નવા દાવેદાર વિજ્ય દવેના આ શક્તિ પ્રદર્શનથી હવે જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં સારી પકડ ધરાવતા વિજય દવેનું દિલ્હી દરબારમાં ખૂબ સારૂ ઉપજતું હોવાથી સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો પણ હાલ મુંઝવણમાં છે.