(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૮
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાનખાને પાકિસ્તાનના રરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી હતી. પાકિસ્તાનના નવા વડાપ્રધાન સામે ઘણાં મોટા પડકારો છે. વિશ્વકપ વિજેતા સુકાનીએ હવે સખ્ત નિર્ણયો ઝડપી લેવા પડશે.
ઈમરાન સામે પાંચ મોટા પડકારો :
૧. દેશનું લકવાગ્રસ્ત અર્થતંત્ર : પાકિસ્તાનનું અર્થતંત્ર કથળતું જાય છે. જીડીપીનો ગ્રોથ ઘણો ધીમો છે. પાકિસ્તાની રૂપિયો ઘસાતો જાય છે. સૌથી વધુ ચિંતા પાકિસ્તાન દેવામાં ડૂબી રહ્યું છે. પડોશી દેશ ચીનની સાથે સાથે આઈએમએફનું પણ મોટું કર્જ છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ ડામાડોળ છે. તેથી ઈમરાનખાને સૌથી પહેલાં અર્થવ્યવસ્થાના મોરચે કડક કદમ ઊઠાવવા પડશે. સાથે દેશમાં વિદેશી રોકાણ માટે માહોલ બનાવવો પડશે. ખાનના નવા નાણામંત્રી અસદ ઉમરે કહ્યું કે, તેઓ સપ્ટેમ્બરમાં આઈએમએફ પાસે જવું કે ન જવું તેનો નિર્ણય કરશે. દેશ માટે બીજા બેલઆઉટ પેકેજ અંગે રજૂઆત કરશે. આઈએમએફના ડોનર અમેરિકાએ ભય વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાન બેલઆઉટ ફંડનો ઉપયોગ ચીનને દેવું ચૂકવવા માટે કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનના બજેટમાં ખાધ વધતી જાય છે. વિદેશી ચલણ ભંડોળ ખતમ થઈ રહ્યું છે. તેથી દેશમાં ફુગાવો વધી જતાં મોંઘવારીએ માથું ઊંચક્યું છે. ખાને ભારત સાથે વેપાર વધારવા કદમ ભરવા પડશે. તેમજ ટેક્ષ લેણાં વસૂલવા ઝુંબેશ હાથ ધરવી પડશે. પરંતુ તેમના એક વચન મુજબ નાણાકીય તંત્રી ઈસ્લામિક વેલ્ફેર સ્ટેટ માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઅઓને નજરઅંદાજ કરશે.
ર. આતંકવાદ : પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ પર સલામતી દળો ચારેબાજુથી ત્રાટક્તાં નાટ્યાત્મક રીતે સલામતીની વ્યવસ્થામાં સુધારો આવ્યો છે. પરંતુ વિશ્લેષકોએ ચેતવણી ઉચ્ચારી છે કે પાકિસ્તાનને હજુ ત્રાસવાદને જડમૂળમાંથી ખતમ કરવા અંગે કાર્યવાહી કરી નથી. જે ગમે ત્યારે હુમલાઓને અંજામ આપી શકે છે. ચૂંટણી સમયે પાકિસ્તાનમાં રાજકીય સ્થળોએ પ્રચંડ વિસ્ફોટો થયા હતા. જેમાં ર૦૦ લોકોનાં મોત થયા હતા. પાકિસ્તાનના ઈતિહાસમાં બીજો ઘાતકી હુમલો બન્યો હતો. નવા પીએમ ઈમરાનખાનને નવું નામ તાલેબાનખાન મળ્યું છે. તેમણે ત્રાસવાદીઓની સાથે વાતચીત કરવા ઈચ્છા વ્યક્ત કરી. ધાર્મિક કટ્ટરપંથીઓ પ્રત્યે અભિયાનમાં સતત સહાનુભૂતિ દર્શાવી હતી. જેનાથી એવી ધારણા અને ભય બન્યો છે કે ખાનના નેતૃત્વમાં ત્રાસવાદીઓ વધુ મજબૂત બની બહાર આવશે.
૩. વસ્તી વિસ્ફોટ : રૂઢિચુસ્ત પાકિસ્તાનમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછા ત્રણ બાળકો છે. જે એશિયામાં સૌથી વધુ જન્મદર છે તેમ વિશ્વબેંકના અને સરકારના આંકડા બતાવે છે. ૧૯૬૦ પછી પાકિસ્તાનની વસ્તીમાં પાંચ ઘણો વધારો થયો છે. નવા વડાપ્રધાને પરિવાર નિયંત્રણ માટે કોઈ ચોક્કસ વલણ જાહેર કર્યું નથી. હવે તેમની સરકાર વસ્તી નિયંતત્રણ માટે કેવા પગલાં ભરે છે તે જોવાનું છે. દેશ પાસે વધતી જતી વસ્તીને પૂરા પાડવાના જરૂરી કુદરતી સ્ત્રોત નથી. પાકિસ્તાનમાં આ સમસ્યા અંગે ચર્ચા કરવી વિરોધાભાસી અસર દર્શાવે છે.
૪. પાણીની તંગી : નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન પ્રાકૃતિક આફતના કિનારે છે. તંત્રએ તાકીદે પાણીની તંગી અંગે પગલાં લેવા જોઈએ. ર૦રપ સુધીમાં દેશ સંપૂર્ણ પાણીની તંગીની અછત અનુભવશે. વ્યક્તિ દીઠ પ૦૦ ક્યુબિક પાણીની જરૂર પડશે. સોમાલિયામાં માત્ર ૧/૩ પાણી બચ્યું છે. તેમ યુનોએ કહ્યું છે, તંત્રએ પાણીના ભંડારણ અને જપ્ત પાણી માટે આમ જનતામાં જાગૃતિ કેળવવી પડશે. ખાન દ્વારા પર્યાવરણ ક્ષેત્રે સારી છાપ ઊભી કરાઈ છે. તેમના પ્રાંતમાં લાખો જેટલા વૃક્ષોની રોપણી કરાઈ છે. આ અનુભવ રાષ્ટ્રીય કક્ષાએ લાગુ કરાશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
પ. નાગરિક-સૈન્ય સંબંધો : પાકિસ્તાને ૭૧ વર્ષના ઈતિહાસમાં અડધો સમય સૈન્ય શાસનમાં ગુજાર્યો. સેના અને નાગરિક સરકાર વચ્ચેના સંબંધોના અસમતોલને પાકિસ્તાનનો વિકાસ અને લોકશાહી માટે અંતરાય ઊભો કર્યો છે. ર૦૧૩માં પાકિસ્તાનમાં પહેલીવાર લોકશાહી સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા પરંતુ સેના અને નવાઝ શરીફ વચ્ચે ભારત સાથેના સંબંધોના મુદ્દે સંઘર્ષ થયો હતો. શરીફને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલ થઈ. તેમણે આ માટે સેનાને જવાબદાર ગણાવી. તેમણે આરોપોનો ઈન્કાર કર્યો. ખાને સંસદમાં ખાત્રી આપી કે તેઓ હતાશ થયા વગર દેશ સામેના પડકારોનો સામનો કરશે.