(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૭
જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ રોડ રામેશ્વર સોસાયટી આયુર્વેદિક ફાર્મસી પાસે હવાબેન અલ્લારખા જુસબ ગામેતીના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્નપ્રસંગમાં સમીરાબેન, હારૂનભાઈ, શાહરૂખભાઈ વગેરે ગયા હતા. ત્યારે હવાબેન તેમના દીકરા મુસ્તાકની પત્ની તસ્લીમને તેના થેલામાં રાખેલ કપડા તપાસવા કહેતા સમીરાબેન ઉશકેરાઈ ગયા હતા. ત્યારબાદ હારૂનભાઈ અને શાહરૂખભાઈ હવાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ પાછળથી સામધાન કરવાના બહાને ઘરે આવી ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથિયારો ધારણ કરી હવાબેનને હથિયાર વડે મારમારી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સામે પક્ષે જેમાં હવાબેને-સમીરાબેન હીંગોરજા ઉપર ચોરીનો આરોપ નાંખતા હવાબેન અલ્લારખાભાઈ, અલ્લારખાભાઈ અને મુસ્તાફ અલ્લારખાભાઈએ ઉશકેરાઈ સમીરાબેન, હારૂનભાઈ અને શાહરૂખભાઈને ઢીકાપાટુનો મારમારી ગાળો કાઢી જાનથી મારવાની ધમકી આપી હતી. જેથી સમીરાબેને જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ સામસામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પી.એસ.આઈ. રાઠોડ ચલાવી રહ્યા છે.