જૂનાગઢ, તા.ર૬
તાલાળા તાલુકાના ગામ જાંબુર ગામે રહેતા જીણાભાઈ બચુભાઈ મોરી (ઉ.વ.પ૦)એ અસ્લમ, અસ્લમની પત્ની જેતુન, સલીમ, સલીમનો ભાઈ રહે. બધા જૂનાગઢવાળા વિરૂદ્ધ પોલીસ દફતરે એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરિયાદીને આરોપીઓએ ફોન કરી જૂનાગઢ સરકારી હોસ્પિટલ બોલાવી અને ફરિયાદી ત્યાં જતાં અકસ્માતે અન્ય આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી છરી મારી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે. આ બનાવ તા.રપ-૧ર-૧૮ના રોજ બનેલ છે.
દરમ્યાન આ બનાવના અનુસંધાને સામાપક્ષે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં મજેવડી દરવાજા બહાર મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસની બાજુની ગલીમાં રહેતા જેતુનબેન અસલમભાઈ મકવાણા (ઉ.વ.૩૯)એ જીણા બચુ મોરી સિદી બાદશાહ રહે.માધવપુર(જાંબુર)વાળા વિરૂદ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે આ કામના ફરિયાદી અને આરોપીને ચારેક વર્ષથી ફોન ઉપર વાત કરવાના વ્યવહાર હોય અને હાલ ફરિયાદી આરોપી સાથે વાત કરતી ન હોય જેથી જે મનદુઃખના કારણે આરોપી સિવિલ હોસ્પિટલ જઈ ફરિયાદીને કહેલ કે તું કેમ ફોન ઉપાડતી નથી તેવું કહી બિભત્સ શબ્દો બોલવા લાગેલ અને ફરિયાદીએ બિભત્સ શબ્દો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ નેફામાંથી છરી કાઢી બતાવેલને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ બનાવની વધુ તપાસ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એમ.સોલંકી ચલાવી રહ્યાં છે.