ભાવનગર,તા.૧૯
ભાવનગર શહેરમાં તળાજા રોડ પર આવેલ ટોપથ્રી સિનેમા પાછળ સત્યમ રેસીડેન્સીમાં રહેતા અને અલંગમાં આવેલ ભારાપરા રોડ પ્લોટ નં.ર૦૩૧માં અલંગનો સ્ક્રેપનો વેપાર કરતા વેપારીએ પોતે, પત્ની અને બે બાળકો સાથે ઝેરી દવા પી લેતા વેપારી નિલેશ હસમુખભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૩૬), તેમની પત્ની હિરલ (ઉ.વ.૩પ), પુત્ર ભાવિક (ઉ.વ.૮) અને બે વર્ષની પુત્રી મિશરી પૈકી માત્ર બે વર્ષની પુત્રી મિશરી બચી જવા પામેલ જ્યારે નિલેશભાઈ તેમની પત્ની અને પુત્ર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ નિલેષભાઈ અલંગમાં મુદ્રાં સ્ટીલ નામનાં બિઝનેશમાં આર્થિક દેવું થઈ જતા કે કોઈ અન્ય અગમ્ય કારણો સર સામુહિક આત્મહત્યા વ્હોરી લીધી હતી. જ્યારે સવારે બે વર્ષની બાળકીનો રડવાનો અવાજ સંભળાતા આડોશ-પાડોશમાં રહેતા વ્યક્તિઓએ તેમનો દરવાજો ખટખટાવતા જવાબ ન મળતા પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસથી પણ દરવાજો ન ખૂલતા દરવાજાને તોડી ને અંદર પ્રવેશતા ઘરમાં બે વર્ષની માસૂમ બાળા ચોધાર આંસુએ રડતી હતી અને તેના માતા, પિતા, ભાઈની લાશો પડી હતી. સમગ્ર કરૂણ બનાવથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. નિલેશભાઈનાં માથે દેવું થઈ જતા આર્થિક બોજમાં ફસાતા જતા હતા અને આખરે તેમણે સામુહિક આપઘાતનું પગલું ભર્યું હતું. પરિવારમાં નિલેશભાઈના માતા-પિતા સાથે જ રહેતા હતા. તેમને સૌ પહેલાં નિલેશભાઈએ ઝાંઝખેર ગામમાં થોડા દિવસ પહેલાં મોકલી દીધા હતા. નિલેશભાઈના બહેન પણ ભાવનગર કાળિયાબીડમાં રહે છે. નિલેશભાઈએ સુસાઈડ નોટમાં આ પગલા બદલ માફ કરવાની વાત પણ લખી છે. બે વર્ષની બચી ગયેલી પુત્રી મિશરીને સત્વરે દવાખાને સારવાળ અર્થે ખસેડાયેલ.
આ બનાવ અંગે ભાવનગરનાં એસ.પી. માલ એ.એસ.પી. ઠાકર એલ.સી.બી પોલીસ વગેરે મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચી જીણવાભરી તપાસ સધન બનાવી છે. આ બનાવ અંગે વિપ પરિવાર તરફ સમગ્ર શહેરમાં ભારે અરેરાટી સાથે દુખનું મોજું ફરી વળ્યું છે.