વાપી,તા.૮
વાપી તાલુકાના એક ગામમાં રહેતી ૧૪ વર્ષીય બાળકીને ગામના જ લંપટ યુવાને પ્રેમજાળમાં ફસાવીને ચારેક વખત શરીર સુખ માણ્યા બાદ તેના ૩ મિત્રોએ પણ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. આખરે બાળકીને ૭ માસનો ગર્ભ રહેતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે ડુંગરા પોલીસે યુવાનોને બોલાવીને પૂછપરછ કરી તો તેઓએ બાળકીના ગર્ભમાં રહેલું બાળક તેમનું ન હોવાનો રાગ આલોપ્યો હતો. આખરે બાળકીના કાકાએ વલસાડના ડી.વાય.એસ.પી.ને લેખિત ફરિયાદ કરતા મામલો ઉજાગર થયો હતો.ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ એક ગામમાં રહેતી ૧૪ વર્ષીય હીના પટેલ (નામ બદલ્યું છે)ના પિતા વિદેશમાં નોકરી કરે છે. હીના તેની માતા સાથે કાકાના ઘરે રહે છે. શાળામાં ભણતી વેળા હીનાની ઓળખાણ ગામમાં જ રહેતા વિમલ નામના યુવાન સાથે થઈ હતી. વિમલે માસૂમ હીનાને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ લગ્નની લાલચ આપી, એકાંતમાં બોલાવી ચારેક વખત દુષ્કર્મ કર્યુ હતું. જે બાદ લંપટ યુવાને હીના સાથે દુષ્કર્મ કર્યાની વાત ગામમાં જ રહેતા તેના મિત્ર અંકિત પટેલને કરતા, તેણે પણ હીનાને ફસાવીને દુષ્કર્મ કર્યું હતું.
જેથી હીનાના કાકા તથા માતાએ ગત તા.૫-૧૨-૧૮એ ડુંગરા પોલીસ મથકમાં પહોંચીને ચારેય યુવાનો વિરૂદ્ધ ફરિયાદ અરજી આપી હતી. પી.એસ.આઇ. એલ.જી. રાઠોડે લંપટ યુવાનોના નામ-સરનામા મેળવીને તપાસ કર્યા બાદ હીના તથા તેના પરિવારજનોને ગ્રા.પં. કચેરીમાં બોલાવ્યાં હતાં. જ્યાં પહેલેથી જ હાજર વિમલ, અંકિત તથા કેતનના પિતાને પી.એસ.આઇ.એ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં કઠોર સજાના પ્રાવધાન અંગે સમજ આપી હતી. પરંતુ તેઓએ કોઈ મચક આપી નહોતી ભોગ બનેલા પરિવારજનોને ૪ કલાક સુધી બેસાડી રાખ્યા બાદ પણ ફરિયાદ ન લેતા, પીડિત પરિવાર શુક્રવારે વલસાડ ડી.એસ.પી.ને ફરિયાદ કરવા પહોંચ્યો હતો પરંતુ તેઓ હાજર ન હોય, ડી.વાય.એસ.પી. એમ.એન. ચાવડાને લેખિત ફરિયાદ કરી હતી.