(એજન્સી) તા.પ
પૂણેમાં સનબર્ન ર૦૧૬માં જમણેરી પાંખના આતંકીઓએ ફક્ત એટલા માટે બોમ્બ ઝીંક્યો ન હતો કેમ કે ઇડીએમ(ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યૂઝિક) ફેસ્ટિવલ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપી કલાસ્કરે એન્ટી ટેરેરિઝમ સ્કવોડ(એટીએસ)ને જણાવ્યું હતું કે તેઓએ વિસ્ફોટ કરવાની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી હતી. જેવી કે ક્રૂડ બોમ્બ બનાવી લેવાયા હતા. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફેસ્ટિવલમાં ઉજવણી કરતી લોકોની ભીડ પર બોમ્બ ઝીંકીને બાઇક મારફતે હાઇવે થઇને પલાયન કરી જશે. એટીએસના સૂત્રોએ જણાવ્યું કે કલાસ્કરની સુધાન્વા ગોન્ડાલકરની સાથેની ધરપકડ કરવામાં આવી હતી. પૂણે પોલીસે આ લોકોની સાથે અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે પૂછપરછ દરમિયાન કલાસ્કરે ખુલાસો કર્યો હતો કે તેણે ક્રૂડ બોમ્બ બનાવ્યો હતો. તેઓની યોજના હતી કે સનબર્ન દરમિયાન આ બોમ્બ લોકોની ભીડ પર ફેંકશે. જેનાથી મોટાપાયે જાનહાનિ અને નુકસાન થવાની આશંકા હતી. તેમણે યોજના બનાવી હતી કે તેઓ ઘટનાસ્થળે બાઇક પર સવાર થઈને જશે અને હાઇવે પરથી નાસી જશે. તેણે કહ્યું હતું કે અમે લોકો વેસ્ટર્ન મ્યુઝિકના વિરોધી છીએ કેમ કે આ હિન્દુ સંસ્કૃતિને અનુરુપ નથી અને તેનો વિરોધી છે. જોકે રસપ્રદ વાત એ છે કે આવી જ દલીલ સ્થાનિક જમણેરી પાંખના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. જોકે આ દલીલ ત્યારે કરવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. જોકે ર૦૧૬માં પૂણેમાં આયોજિત થનાર આ ફેસ્ટિવલનું પ્રથમ જ વર્ષ હતું. જોકે તેની નવ એડિશન ગોવામાં આયોજિત થઇ ચૂકી હતી. જોકે ગોવા સરકારને તેનો બાકીના લેણાં ચૂકવી ના શકતાં સરકારે આ કાર્યક્રમને યોજવા માટે પરવાનગી આપી ન હતી. જોકે સ્થાનિકોએ પણ વિરોધ કર્યો હતો કે આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો મોટાપાયે ડ્રગ્સનું સેવન કરે અને આ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે.