ભાવનગર, તા.૧૪
ભાવનગર શહેરના મોતીબાગ, ટી.સી.ટાવર કોમ્પ્લેક્ષમાં, ઓફિસ ખોલી જુદા જુદા થાપણદારો પાસેથી એજન્ટ મારફત કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી નિયત મુદ્દતે થાપણદારોને નાણા પરત આપવાના બદલે કંપનીની ઓફિસમાં તાળા મારી મુખ્ય સંચાલકો લોકોના નાણાં લઈ નાસી ગયાની થાપણદાર દિપીકાબેન જયેશભાઈ કલાણીએ ભાવનગર શહેરની સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાનજી રાણા ખમણ જેન્તી ઉર્ફે જે.ડી. બેચરભાઈ રાઠોડ અને નાથુ જીવા ચૌહાણને ઝડપી લઈ કંપનીના મુખ્ય સૂત્રધાર ગણાતા રવિન્દ્ર એસ.સંઘુ અને ખજાનસિંઘ સરદાર તરસેમસિંઘ (ઉ.વ.૪૩, રહે.ગુરૂદાસપુર)ને ઝડપી લઈ બન્નેના રિમાન્ડ મેળવી જરૂરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાનમાં રિમાન્ડ પૂર્ણ થતાં ભાવનગર સી-ડિવિઝન પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતાં રાયપુરની સેન્ટ્રલ જેલ હવાલે કરાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુંં હતું.