કાઠમંડુ,તા.૧૨
નેપાળે બુધવારે ક્રિકેટ જગતમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાને માત્ર ૩૫ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. નેપાળે બુધવારે ક્રિકેટ જગતમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાને માત્ર ૩૫ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ વનડે આંતરરાષ્ટ્રીય ઈતિહાસમાં સંયુક્ત રૂપથી બીજા સૌથી ઓછા સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા ૨૦૦૪માં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને ૩૫ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
પુરૂષોના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ લીગ-૨ના ૩૦માં મુકાબલામાં આ અદ્ભુત રેકોર્ડ બન્યો હતો. ત્રિભુવન યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ કીર્તિપુર (નેપાળ)માં રમાયેલી આ મેચમાં અમેરિકાની ટીમ ૧૨ ઓવરોમાં ૩૫ રનમાં ઢેર થઈ ગઈ હતી. નેપાળના સ્ટાર લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ ૧૬ રન આપીને ૬ વિકેટ ઝડપી (૬-૧-૧૬-૬), જ્યારે અન્ય એક સ્પિનર સુશાન ભારીએ ૫ રન આપીને ચાર વિકેટ (૩-૧-૫-૪) ઝડપી હતી. અમેરિકાની ઈનિંગ ૭૨ બોલમાં પૂરી થઈ ગઈ હતી. બોલની વાત કરીએ તો આ સૌથી નાની ઈનિંગ હતી. આ પહેલા સૌથી ઓછા બોલમાં ઈનિંગ પૂરી થવાનો રેકોર્ડ ૨૦૧૭માં બન્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વેની ટીમ ૮૩ બોલમાં ૫૪ રન બનાવી આઉટ થઈ ગઈ હતી.