(અજન્સી) તા.ર૯
મહારાષ્ટ્રમાં જનાદેશ છતાં સરકાર બનાવવામાં ભાજપને ઝટકો ખાદ્યા પછી હવે ભાજપ-સંઘની કો-ઓર્ડિનેશન કમિટી આ પૂરા ઘટનાક્રમની તપાસ કરી રહી છે. ઘણા સવાલોના જવાબ શોધવા જઈ રહી છે. દા.ત. દરેક વખતે રિસાઈને માની જનારી શિવસેનાની વાત આ વખતે આટલી કેમ બગડી ગઈ ? હિન્દુત્વની સમાન વિચારધારા પર આધારિત હોવા પર પણ બંને પક્ષોમાં આટલું અંતર કેમ થયું કે વિરોધ પક્ષોની સાથે સરકાર બનાવવા મજબૂરી આવી ગઈ. આ સવાલના પણ જવાબ શોધવા જઈ રહી છે કે શું શિવસેનાએ પરિણામ આવવાના પહેલાં જ ભાજપથી દૂર જવાનું મૂડ બનાવી લીધું હતું. શિવસેનાના આ અડિયલ વલણની પાછળ શું ભાજપનો વ્યવહાર જવાબદાર હતો કે પછી આ ક્ષેત્રીૈય દળની મહત્ત્વકાંક્ષા ?
આરએસએસ સૂત્રો અનુસાર ડો.કૃષ્ણ ગોપાલની અધ્યક્ષતાવાળી સમન્વય સમિતિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરૂથી લઈને સરકાર બનવા અને બગડવા સુધીની ગતિવિધિઓની તપાસ કરી રહી છે. આમાં ટિકિટ વહેંચણીથી લઈને શિવસેનાની સાથે ભાજપ નેતાઓની બેઠકો અને તેમાં લેવામાં આવેલા નિર્ણયો વગેરે વિશે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
નાગપુરના સંઘ મામલાના જાણકાર દિલીપ દેવધરનું કહેવું છે કે સંઘની કમિટી આવા મામલાની ઘણી ઝીણવટથી સમીક્ષા કરે છે. આગળ થનારી બેઠકોમાં આના પર સંઘ અને ભાજપના નેતાઓની વચ્ચે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.
દિલીપ દેવધર અનુસાર મહારાષ્ટ્રમાં ટિકિટ વહેંચણી દરમ્યાન આ વાતને લઈને સંઘ નારાજ થયો હતો કે બહારના લોકોને ટિકિટ આપવાના ચક્કરમાં અંદરના જૂના લોકોની ટિકિટ કાપી દીધી. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઘણા નિર્ણયોથી થયેલ નુકસાન પછી હવે સંઘે આ મામલાની સમીક્ષા શરૂ કરી છે. સંઘ આ માહિતી લગાવવાની કોશિશ કરી રહ્યું છે કે સિટિંગ એમએલએની ટિકિટ દેવેન્દ્ર ફડનવીસની રજૂઆતથી કપાય કે પછી કેન્દ્રીય નેતૃત્વએ પોતાના સ્તર પર નિર્ણય કર્યો. સંઘ સૂત્રો અનુસાર હમણા આ મામલે તપાસ ચાલી રહી છે. આગળ જ્યારે સંઘ-ભાજપની સમન્વય બેઠક થશે, ત્યારે આ મામલામાં તૈયાર રિપોર્ટ પર વિસ્તારથી ચર્ચા થશે.