(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૨
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ એક ચોંકાવનારો ખુલાસો કરી પોતાની સંસ્થાનો અસલ ચહેરો ખુલ્લો પાડ્યો હતો. તેઓએ ખુલાસોકર્યો હતો કે, મુસ્લિમોનો ભય દેખાડે છે ? વાઇરલ થયેલા એક વીડિયોમાં સંઘના કાર્યકરોએ એક વીડિયોમાં સંઘના કાર્યકરોએ દર્શાવ્યું હતું કે, દેશમાં સંઘને મજબૂતી મળે તે માટે કઇ રીતે સમાજમાં નફરત ફેલાવવામાં આવે છે. કાર્યકરો પૈકીના એકે જણાવ્યું કે, કોઇ મુસ્લિમે બીજા મુસ્લિમને પત્ર લખ્યો હોય તેવો બોગસ લેટર લખવામાં આવે છે કે તમે કયા શસ્ત્રો એકત્રિત કર્યા છે અને આપણે કઇ તારીખે અને ક્યારે હુમલાને અંજામ આપવાનો છે. કાર્યકરે જણાવ્યું હતું કે, આવા બોગસ પત્રોને ત્યારબાદ નફરત ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સંઘના કાર્યકરો એવો ઢોંગ કરે છે કે, તેમને આ પત્ર અચાનક સદનસીબે હાથ લાગ્યો. કાર્યકરે જણાવ્યું હતું કે, ત્યારબાદ આ પત્ર અંગે સહકર્મચારીઓ તથા પિતા સાથે ચર્ચા કરવામાં આવે છે. પત્ર સાચો હોવાનું તેમના દિમાગમાં બેસાડવામાં આવે છે. લોકોને આ કાવતરાનો ભાગ બનાવાય છે પછી લોકો પોતાના સંતાનોને કાયમી રીતે મોકલે છે.