(એજન્સી) ચેન્નઈ,તા.૪
તમિલ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલી સંગીતા બાલનની ચેન્નાઈ પોલીસે સેક્સ રેકેટમાં સામેલ હોવાને લીધે ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ચેન્નઈના એક ખાનગી રિસોર્ટમાંથી પોલીસે તેમણે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરી છે. માત્ર સંગીતા જ નહીં તેની સાથે અન્ય છોકરીઓના નામ પણ સામે આવ્યા છે. પોલીસે દરોડા દરમિયાન સંગીતા સહિત તેના એક સાથી સતીશ નામના એક વ્યક્તિ અને ઘણી છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ પોલીસે ખાનગી સૂત્રો પાસેથી આ જાણકારી મળી હતી, ત્યારબાદ પોલીસે રેડ કરી હતી. તમને જણાવી દઈએ કે, દરોડા દરમિયાન સંગીતા અને સતીશ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સેક્સ રેકેટમાં અન્ય ઘણા નામ સામે આવવાની સંભાવના છે. આ સાથે અન્ય અભિનેત્રીઓના નામ પણ સેક્સ રેકેટમાં જોડાયેલા હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે. પરંતુ હાલ પોલીસે ધરપકડ કરાયેલ લોકોમાં સંગીતાનું નામ ઉપર છે. સંગીતા ઘણા ટીવી શોમાં કામ કરી રહી છે. જ્યારે ઘણી તમિલ ફિલ્મોમાં પણ નજરે પડી ચૂકી છે.સંગીતાએ તમિલ ફિલ્મ કરુંપ્પુ રોજામાંથી ડેબ્યુ કર્યું હતું. અને ટીવીમાં તેણે નાટકોમાં ખુબજ જાણીતા રૉલ કર્યા હતા. જેમાં વાની રાની, ચેલ્લમય અવલ અને વલ્લી જેવી ટીવી સિરિયલો પણ સામેલ છે.