નવી દિલ્હી, તા.ર૬

ભારતની સાનિયા મિર્ઝાએ ચેકગણરાજ્યની પોતાની જોડીદાર બારબોરા સ્ટ્રાઈકોવા સાથે મળીને ટોક્યોમાં પૈન પેસેફીક ઓપન જીતી ડબલ્યુટીએ મહિલા ડબલ્સ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સાનિયાને ૯૭૩૦ પોઈન્ટ છે અને તે ડબલ્સમાં નંબર વન ખેલાડી છે. તે પોતાની પૂર્વ જોડીદાર માર્ટિના હિંગિસ (૯૭રપ)થી પાંચ પોઈન્ટ આગળ છે. સાનિયા અને સ્ટ્રાઈકોવાએ આ પહેલા ગત મહિને સિનસિનાટી ઓપનની ફાઈનલમાં હિંગિસ અને કોકોને હરાવી હતી. ભારત પુરૂષ ખેલાડીઓમાં સાકેત મયનેની સૌથી વધારે રેન્કિંગવાળો સિંગલ ખેલાડી છે તે ૧૩૮માં સ્થાને છે.