જકાર્તા,તા.૨૭
એશિયન ગેમ્સમાં મહિલા બેડમિન્ટનમાં સાઈના નેહવાલે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. જો કે, સિંધુને જાપાનની અકાને યામાગુચી કે પછી ચીનની ચેન યુફેઈનો સામનો કરવો પડ્યો હતો. સાઈનાને ૨૧-૧૭ અને ૨૧-૧૪ થી હરાવીને તેનાં ગોલ્ડ મેડલ જીતવાના સપનાને ચકનાતચૂર કરી દીધું હતું. સાઈનાએ પહેલી ગેમમાં ૨૧-૧૭થી હાર મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતને સાતમો બ્રૉન્ઝ મેડલ મળ્યો છે.
સાઈના અને સિંધુ એશિયન ગેમ્સમાં વિમેન્સ સિંગલ્સમાં વ્યક્તિગત મેડલ જીતનારી પહેલી ખેલાડી બની છે. ભારત માટે એશિયન ગેમ્સમાં વ્યક્તિગત મેડલ એકમાત્ર મેન્સ સિંગલ્સમાં જ આવ્યો છે. જેમાં ભારતના દિગ્ગજ શટલર સૈયદ મોદીએ ૧૯૮૨માં મેન્સ સિંગલ્સમાં વ્યક્તિગત મેડલ જીત્યો હતો. ભારતે એશિયન ગેમ્સમાં કુલ આઠ મેડલ જીત્યા છે જેમાંથી છ ટીમ સ્પર્ધામાં છે અને એક મેન્સ ડબલ્સમાં મળ્યો છે.
ક્વાર્ટર ફાઈનલમાં આસાન વિજય નોંધાવ્યા બાદ સાઈનાએ કહ્યું હતું કે અમને ખબર જ ન હતી કે એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં છેલ્લે કોણે વ્યક્તિગત મેડલ જીત્યો હતો. ગોપીચંદ સરે અમને અમારા ફોનથી દૂર રહેવાની સૂચના આપી હતી. સાઈના માટે મેચ થોડી પડકારજનક રહી હતી અને તેણે બીજી ગેમ ગુમાવી દીધી હતી. જોકે, તેણે કહ્યું હતું કે થાઈલેન્ડની ખેલાડીએ ઘણી જ અદ્દભુત રમત દાખવી હતી.