(એજન્સી) તા.૨૬
દિગ્ગજ અભિનેતા સંજય દત્ત ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ સંજય દત્તે મૌન તોડયુ હતું. ઉલ્લેખ નીય છે કે, મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી મહાદેવ જાનકરે સંજય દત્તને લઈને મોટો દાવો કર્યો હતો. કેબિનેટ મંત્રી મહાદેવ જાનકરે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સંજય દત્ત ૨૫ સપ્ટેમ્બરે તેમની પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષમાં જોડાશે. આરએસપી પ્રમુખ જાનકરના આ દાવા બાદ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે સંજય દત્ત રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જો કે હવે સંજય દત્તે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.સંજય દત્તે કહ્યું કે, ‘હું કોઈપણ રાજનૈતિક દળમાં સામેલ થવા નથી જઈ રહ્યો. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને આરએસપી પ્રમુખ મહાદેવ જાનકર મારા પ્રિય મિત્ર અને ભાઈ છે અને હું તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.’ સંજય દત્તે પોતાના આ નિવેદનની સાથે જ સ્પષ્ટ કરી દીધું કે રાજનીતિમાં આવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. જ્યારે સંજય દત્ત આરએસપીમાં સામેલ થશેનો દાવો કરનાર મહારાષ્ટ્ર સરકારના મંત્રી મહાદેવ જાનકરે પણ આ મુદ્દે સફાઈ આપી છે. રાષ્ટ્રીય સમાજ પક્ષના મુખ્યા અને મહારાષ્ટ્ર સરકારમાં પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી મહાદેવ જાનકરે કહ્યું કે સંજય દત્ત તેમની પાર્ટીમાં સામેલ નથી થઈ રહ્યા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે સંજય દત્ત અમારી પાર્ટી જોઈન નહીં કરે. તેઓ અમારી પાર્ટી જોઈન કરશે તેવા અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. જો કે આરએસપી ચીફે એમ જરૂર કહ્યું કે, સંજય દત્ત આગામી વિધાનસભા ચૂંટણીમાં અમારી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચારની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે, આરએસપી મહારાષ્ટ્રમાં સત્તાીરૂઢ ભાજપની સહયોગી પાર્ટી છે.