(એજન્સી) લખનૌ, તા.૯
ભાજપ ર૦૧૯ની ચૂંટણીમાં પુનઃ સત્તા પર આવવાના પ્રયાસના ભાગરૂપે યોગી આદિત્યનાથની બોલિવુડ અભિનેતા સંજય દત્તને મુલાકાત લીધી હતી. પ કાલિદાસ માર્ગ પર આ મુલાકાત યોજાઈ. મુલાકાત શનિવારે સવારે થઈ. તે દરમિયાન સંજય દત્તે મુખ્યમંત્રી સાથે વાતચીત કરતા કહ્યું કે, યુપીના જોનપુર રોડ સ્થિત આવેલા ચીલબીલા ગામને તે દત્તક લેવા માંગે છે. સંજય દત્તની માતા નરગીસ દત્તનું પૈતૃક ગામ ચિલબિલા છે. યુપી સરકારની ફિલ્મ નીતિથી તેઓ ખુશ છે. ઓક્ટોબરથી બીજી ફિલ્મની શૂટિંગ તેઓ અહીં શરૂ કરશે. આજકાલ સંજય દત્ત તેની ફિલ્મ “પ્રસ્થા નમ”નું શૂટિંગ કરી રહ્યો છે. આજકાલ ભાજપનું સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. મોટી હસ્તીઓના ઘરે મુલાકાતો યોજાઈ રહી છે. લતા મંગેશકરની તબિયત ખરાબ હોવાથી અમિત શાહ તેમને મળી શક્યા ન હતા. લતા મંગેશકરે ટ્‌વીટ કરી આ જાણકારી આપી.