(એજન્સી) મુંબઇ, તા. ૨૪
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે મડાગાંઠ સર્જાઇ છે. બંને પાર્ટીઓ વચ્ચે ચૂંટણી પ્રચારને બદલે બેઠકોની વહેંચણીનો મુદ્દો વધુ ચર્ચાઇ રહ્યો છે. અત્યારસુધી સ્પષ્ટતા નથી થઇ કે, ત્યારે ૨૬ સપ્ટેમ્બરના રોજ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે અંતિમ મહોર લાગે તેવી શક્યતા છે. અહેવાલો મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૨૬ સપ્ટેમ્બરે મુંબઇની મુલાકાત લઇ શકે છે. આ દરમ્યાન તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરે તેવી શક્યતા છે. અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠકમાં ગઠબંધનમાં બેઠક વહેંચીની ફોર્મ્યુલા નક્કી થઇ શકે છે.
આ અંગે વાત કરતા શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, સીટ શેરીંગ ભારત-પાક.ના ભાગલા જેવી ગંભીર સમસ્યા છે. શિવસેનાના નેતા સંજય રાવત આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી કરવી ભારત-પાક.ના ભાગલા કરતા પણ મોટી ગંભીર સમસ્યા છે. સરકારની જગ્યાએ જો અમે વિપક્ષમાં હોત તો આજે કંઈક જુદી જ પરિસ્થિતી હોત. સીટોની વહેંચણીને લઈ જે પણ નક્કી થશે, તે અમે તમને જણાવીશું. આ બંનેની વચ્ચે હજૂ આરપીઆઈના પ્રમુખ રામદાસ આઠવલે પણ પોતાની પાર્ટી માટે ૧૦ સીટોની માગણી કરી રહ્યા છે.બીજી તરફ શિવસેના ૨૮૮માંથી અડધી બેઠકો લેવાની વાત પર મક્કમ છે. ઉલ્લેખનીય છે કે, ૨૮૮ બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે ૧૨૨ સીટ છે, જ્યારે શિવસેના પાસે ૬૩ સીટ છે.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં તિરાડ ?, ‘ભારત-પાક.ના ભાગલા કરતાં પણ વધુ કઠિન બેઠકની વહેંચણી’ : સંજય રાઉત

Recent Comments