(એજન્સી) મુંબઇ,તા.૧૬
મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને છે. ત્યારે શિવસેનના પ્રવક્તા સંજય રાઉતને પુછવામાં આવ્યું કે તે દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં શિવસેના ભાગ લેશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે શિવસેના બેઠકમાં ભાગ નહીં લેશે નહીં. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની સાથે લડ્યા પછી શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની ઓફર પર મક્કમ હતી પણ ભાજપે શિવસેનાની આ માગનો સ્વીકાર ન કરતા, શિવેસનાના કેન્દ્રમાં એક નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું.