ભાજપથી વિમુખ થયેલી શિવસેના રોજ ભાજપ પર પ્રહાર કરી રહી છે. શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાવતે શુક્રવારે વધુ એક વખત ભાજપ પર સીધો શાબ્દિક હુમલો કર્યો હતો. રાવતે જણાવ્યું કે, હવે ભાજપ અમને ભગવાન ઈન્દ્રનું આસન (ઈન્દ્રાસન) પણ આપે તો પણ અમે તેમની પડખે નહીં રહીએ. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ગાદી શિવસેનાને જ મળશે. ટૂંક સમયમાં શિવસેના ,એનસીપી અને કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર રચાવાનો ઈશારો પણ તેમણે કર્યો હતો. રાવતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, મહારાષ્ટ્રના લોકો શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે.