(એજન્સી) મુંબઈ, તા.રપ
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમારો પક્ષ, કોંગ્રેસ અને એનસીપી સોમવારે રાજ્યપાલ ભગતસિંઘ કોશ્યારી સાથે મળીશું અને જણાવીશું કે અમારી પાસે સરકાર રચવા માટે પૂરતો સંખ્યાબળ છે. પત્રકારોને સંબોધન કરતાં એમણે કહ્યું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પાસે એમના ધારાસભ્યોની સહીઓ છે જેથી અમે ગૃહમાં બહુમતી પૂરવાર કરીશું. આ સહીઓ અમે સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂ કરીશું. હાલમાં સુપ્રીમકોર્ટ જ એક એવી સંસ્થા છે જેમાં અમે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ. સંજય રાઉતે આક્ષેપો કર્યા કે, ભાજપ ચંબલના ડાકુઓની જેમ વર્તી છે. એમણે કહ્યું ભાજપ સત્તા માટે ગમે તે હદે જઈ શકે છે. એમણે અથવા હરિયાણાની પોલીસે એનસીપીના ચાર ધારાસભ્યોની અટકાયત કરી હતી જેને અમે છોડાવ્યા હતા. એમણે કહ્યું કે, જો ભાજપ સત્તામાં નહીં આવે તો એમના નેતાઓ હતાશ થઈ જાય છે. એ પોતાની માનસિક સમતુલા ગુમાવી બેસશે. એક વખત અમે સરકાર બનાવી લઈએ પછી અમે એક સ્પેશિયલ હોસ્પિટલ બાંધીશું જેમાં ભાજપના નેતાઓની માનસિક બીમારીની સારવાર થઈ શકે.
સંજય રાઉતે મહારાષ્ટ્રમાં “ઓપરેશન કમલ”
માટે ચાર વ્યક્તિઓ પર આરોપ મૂક્યો
(એજન્સી) મુંબઈ, તા.૨૫
શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ ઉપર હુમલો કરતા કહ્યું કે, “એવી ચાર વ્યક્તિઓ” છે. જેમણે મહારાષ્ટ્રમાં “ઓપરેશન કલમ” પાર પાડ્યું હતું. રાઉત મુજબ આ ચાર લોકોમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી), આવકવેરા વિભાગ અને પોલીસ. સંજય રાઉતે કહ્યું કે, ચાર લોકોએ “ઓપરેશન કમલ” બહાર પાડ્યું, પણ એ લોકો અહીં કોઈ પરિણામ મેળવી શકશે નહીં. જો તમારી પાસે બહુમતી છે, તો તમને “ઓપરેશન કમલ” પાર પાડવાની શું જરૂર છે ? રાઉતે પ્રશ્ન કર્યો. એમણે કહ્યું ભાજપાએ એ ધારાસભ્યોને ઓફર આપી હતી અને હવે એમને ધમકીઓ આપવામાં આવે છે. ભાજપાએ રાતોરાત એનસીપી નેતા અજીત પવાર સાથે ગઠબંધન કરી સરકાર રચી દીધી, જેના લીધે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના શરદ પવાર રોષે ભરાયા હતા.
Recent Comments