(એજન્સી) મુંબઈ, તા.ર૩
ભાજપના પૂર્વ સહયોગી દળ શિવસેનાએ ઝારખંડમાં ભાજપની હાર બદલ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કરતાં કહ્યું કે, સિટિઝન કાનૂનથી તેમને ફાયદો થયો નથી જેના કારણે તેમણે વધુ એક રાજ્યમાં સત્તા ગુમાવી છે. ત્યારે ભાજપે આત્મમંથન કરવું જોઈએ. શિવસેનાએ કહ્યું કે, ઝારખંડમાં ભાજપે પાંચ વર્ષ રાજ કર્યું હતું. મોદીજી અને શાહે ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી. દેશમાં નાગરિક કાનૂનથી જે સ્થિતિ સર્જાઈ તેના કારણે ભાજપે વધુ એક રાજ્ય ગુમાવ્યું. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપે હવે ઝારખંડની હાર બાદ આત્મચિંતન કરવું જોઈએ કે મહારાષ્ટ્ર ગુમાવ્યા પછી ઝારખંડ ગુમાવ્યું. ઝારખંડમાં ભાજપે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ)ને ગુમાવ્યો. બન્ને પક્ષો ર૦૧૪માં સાથે હતા. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડયા બાદ છૂટા પડ્યા.