અમદાવાદ, તા.પ
આઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલીઓમાં વધુ એકનો ઉમેરો. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમ દ્વારા અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. લગભગ ર૦ વર્ષ જૂના કેસમાં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. ર૦ વર્ષ પહેલાં ૧૯૯૮માં વકીલ પર એનડીપીએસના કેસ કરવાના મામલે અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ દરમિયાન તે બનાસકાંઠાના એસપી હતા. સત્તાવાર તેમની ધરપકડ બુધવારના રોજ બપોરે કરવામાં આવી હતી. સંજીવ ભટ્ટની સાથે નિવૃત્ત પીઆઈ વ્યાસ સહિત અન્ય ૭ની અટકાયત કરવામાં આવી હતી. તપાસના અંતે પુરાવા મળતા તેમની અટકાયત કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ પોલિસ મહાનિર્દેશક અજય તોમરે આપેલી માહિતી પ્રમાણે ૧૯૯૮માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્ઝનો ખોટો કેસ કરવાના ગુનામાં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી ક્રાઈમને આ કેસની તપાસ કરી ત્રણ માસમાં રીપોર્ટ સોંપવાનું પણ જણાવાયું છે. સંજીવ ભટ્ટની સંડોવણીવાળા આ કેસમાં રીટાયર્ડ જસ્ટિસ આર આર જૈન અને બનાસકાઠા પોલિસ વિરુદ્ધ આરોપો કરવામાં આવ્યાં હતાં. ઘટનાની ટૂંકી વિગત જોઇએ તો રાજસ્થાન પાલીના વતની વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની પાલનપુરની એક હોટેલમાંથી એા કિલો અફીણ મળવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે ઓળખપરેડમાં સાબિત થયું ન હતું. ત્યારે વકીલે આરોપ મૂક્યો હતો કે જસ્ટિસ જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલિસે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદની રાજસ્થાન પોલિસની તપાસમાં જસ્ટિસ જૈન, તત્કાલીન એસપી સંજીવ ભટ્ટ અને અન્યોના કોલ રેકોર્ડની તાપસમાં વકીલના આરોપો પ્રમાણિત કરતાં પુરાવા મળ્યાં હતાં.
ડ્રગ કેસમાં એક વ્યક્તિને ફસાવવા બદલ રર વર્ષ બાદ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ

Recent Comments