(સંવાદદાતા દ્વારા)
સંજેલી, તા.૧૭
ફતેહપુરા વિધાનસભા મતવિસ્તારની તિરંગાયાત્રા ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે માંડલી મુકામેથી જીતપુરા નેનકી-સંજેલી આવી રહી હતી તે દરમિયાન સંજેલીથી ૩ કિ.મી. દૂર આવેલ હનુમાન મંદિર પાસે ખાનગી ટ્રાવેલ્સ સાથે તિરંગાયાત્રામાં જોડાયેલા બાઈક સવારને અકસ્માત નડતા નેનકી ગામના ભાજપના કાર્યકર ભીમસીંગભાઈ માનસીંગ પલાસ (ઉં.૫૦)નું મોત થયું હતું જ્યારે જીતપુરા ગામના પલાસ ગુલાબભાઈ ભુરાભાઈ (ઉં.૫૫)ને ગંભીર ઈજા થતાં ૧૦૮માં ગોધરા પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.
ફતેહપુરા વિધાનસભા મતવિસ્તારમાં ૧૭મીને ગુરૂવારના રોજ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સંજેલીના ભાજપના ગઢ ગણાતા માંડલી મુકામેથી કેન્દ્રિયમંત્રી જસવંતસિંહ ભાભોર, ફતેહપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોર, સરપંચ જશુભાઈ બામણિયા, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો , કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.માંડલી જીતપુરા નેનકી થઈ સંજેલી તરફ આવતાં સંજેલી નજીક વાલિયા ઘાટી ખાતે લગભગ ૧૧ કલાકે તિરંગાયાત્રાની બાઈકરેલીને ખાનગી બસ સાથે અકસ્માત થયો હતો. જે બાદ ઘટનાસ્થળની નોંધ લીધા વિના રેલી અવિરતપણે ચાલુ રાખવામાં આવી હતી. તિરંગાયાત્રાનું સંજેલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગાયાત્રામાં કેન્દ્રીય મંત્રી હાજર હોવા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન વ્યવસ્થાના અભાવે બે વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો.
ભાજપા તિરંગાયાત્રામાં બે કાર્યકરોના મોત બાદ પણ તિરંગાયાત્રા સ્થગિત કરવામાં આવી ન હતી. ઘટના સ્થળ પર પોલીસ પણ હાજર નહોતી.જ્યારે કોંગ્રેસની સુખસરથી ફતેહપુરાની બાઈકરેલી બે યુવાનોના મોતને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
આ બાબતે સંજેલી પીએસઆઈને ફોન કરતાં ચેમ્બરમાં હોવા છતાં ફોન રિસીવ ન કરતા પીએસઓ સાથે વાત કરતા જણાવ્યું કે રેલીની મંજૂરી લીધી છે કે કેમ ? તેની મને જાણ નથીેેેે