(સંવાદદદાતા દ્વારા) સંજેલી, તા.૪
સંજેલી તાલુકામાં વાંસીયા પંચાયતમાં આવેલ કુંડા ગામમાં કુુંડા નદી પસાર થાય છે. ગામમાં અવર-જવર માટે પુલ રસ્તાને અભાવે સંપર્ક વિહોણું બની જાય છે. ચોમાસા દરમ્યાન ગામના લોકોની હાલત ભારે કફોડી બની જાય છે. ગુજરાત ધીમે-ધીમે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે. ત્યારે ગામડાનો વિકાસ ન થતાં ગ્રામજનો માટે મોટી આફત આવી પડી છે. ગામની ચારેબાજુ ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી જાનવરોનો પણ ડર સતાવી રહ્યો છે. જેને લઈ ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પુલ અને રસ્તાનું કામ શરૂ કરવામાં આવતું નથી.
ઝાલોદ-સંજેલીના મુખ્ય માર્ગથી કુંડા ગામમાં મકવાણા ફળિયા ડામોર ફળિયા વગેરે ફળીયામાં જવા માટે પુલ અને રસ્તો નથી ચોમાસા દરમ્યાન ગામના લોકોની અવર-જવરમાં અવરોધ થાય છે. ભારે વરસાદના કારણે લોકો ધંધા રોજગાર અર્થે જઈ શકતા નથી અને જો બહાર ગયા હોય તો ઘરે જઈ શકતા નથી મુખ્ય માર્ગ પર શાળા હોવાથી અભ્યાસ અર્થે પણ નદીમાં જઈ શકતા નથી તેમજ જરૂરી કામ અર્થે જવા માટે નદીનો ભારે વરસાદ નડે છે. નદીના વહેણ ઓછું થાય ત્યારે લોકો નદી ક્રોસ કરે છે. ચારેતરફ ડુંગરાળ જંગલ વિસ્તાર હોવાથી બીજી તરફ જવાનો માર્ગ પણ નથી.
કોઈ વ્યક્તિ બીમારીમાં સપડાય અથવા તો અન્ય કોઈ ઘટના ઘટે તો આવી પરિસ્થિતિમાં ૧૦૮ કે અન્ય કોઈ વાહન ગામ સુધી જઈ શકતું નથી ગામના તમામ વાહનો નદીના કિનારે મૂકીને નદી પાર કરી પગપાળા ગામ સુધી જવું પડે છે. ગામમાં પ્રા.શાળા મુખ્ય માર્ગ પર હોવાથી અભ્યાસ અર્થે જતાં બાળકો દરરોજ નહીં પાર કરી અભ્યાસ મેળવે છે. થોડા સમય પહેલા પુલ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી જે પુલ પણ અધૂરો બનાવવામાં આવ્યો છે. પુલ જમીન લેવલ જે પુલ પણ અધૂરો બનાવવામાં આવ્યો છે. પુલ જમીન લેવલ બનાવવાથી કોઈ સોલ્યુશન થયું ન હોય તેવું લાગી રહ્યું છે માત્ર યોગ્ય તપાસ કરી ગામ લોકોને અવર-જવર માટે સુવિધા કરવામાં આવે તે જરૂરી છે.