સંજેલી, તા.૧૪
ગુજરાતભરમાં ચૂંટણીની તૈયારીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સંજેલી પશુ ચિકિત્સક દ્વારા દૂધાળા પશુ ખરીદવાના ફોર્મનું વિતરણ દિવ્યાંગ અને વિધવાઓ લાભાર્થીઓને આપવાને બદલે બારોબાર પોતાની મરજી મુજબ જિલ્લા અને તાલુકા સભ્ય તેમજ પંચાયત સરપંચને ફોર્મનું વિતરણ કરતા તાલુકામાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગી તાલુકા સભ્યને અંધારામાં રાખી ફોર્મ વિતરણની જાણ થતા જ વિરોધ કરી ૪૮ વિકાસશીલ યોજનામાં દૂધાળા પશુઓની ખરીદી કરવાના હુકમને મોકુફ રાખવા તેમજ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
સંજેલી તાલુકાના પશુ તબીબ દ્વારા ૪૮ વિકાસશીલ યોજનામાં ૯૦ ટકા દૂધાળા પશુઓની સહાયથી ફોર્મ મરજી મુજબ વિતરણમાં કોંગી સભ્યોને અંધારામાં રાખી મોટા પાયે ગેરરીતિ આાચરવામાં આવતી હોવાની જાણ થતા વિતરણ થયેલ ફોર્મની ખરીદી મોકુફ રાખવામાં આવે તેમજ ઓન લાઈન ફોર્મ ભરેલ વિધવા દિવ્યાંગોને લાભાર્થીઓને લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
દિવ્યાંગો અને વિધવાઓને ફોર્મ રૂબરૂ આપવાને બદલે તબીબ દ્વારા પોતાની અરજી મુજબ ફોર્મનું વિતરણ કરવામાં આવેલ છે. જે સામાન્ય સભામાં નક્કી કર્યા મુજબ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા નથી. તબીબ દ્વારા પોતાની મનસ્વી રીતે વહીવટ કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તાલુકાના સભ્યોની જાણ બહાર ભારોભાર મરજી મુજબ ફોર્મનું વિતરણ કરવામાં આવેલ છે. જેનો વિરોધ કરી દૂધાળા પશુની ખરીદી મોકુફ રાખવામાં તેમજ પશુ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
દૂધાળા પશુ ખરીદી માટે જે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું તે બાબતનો વિરોધ થતા હાલ ખરીદી મોકુફ રાખવામાં આવી છે અન નવેસરથી ચૂંટણી બાદ ઓન લાઈન લાભાર્થીઓને લાભ આપવામાં આવશે એમ પશુ તબીબ એસ.એચ.દેવડાએ જણાવ્યું હતું.