• ખેતી માટે વિના મૂલ્યે પાણી અને ૧૬ કલાક વીજળી
• ખેડૂતોનું દેવું માફ કરાશે
• સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કેર કાર્ડ અપાશે
• બેરોજગારોને રૂા.૪૦૦૦ બેકારી ભથ્થું
• ઈન્ટરવ્યુ માટે જનારાને મફત એસ.ટી.ની સુવિધા
• મહિલાઓને ઘરનું ઘર કોઈપણ ભેદભાવ વિના અપાશે
• પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂા.૧૦ સુધીનો ઘટાડો કરાશે
• વિદ્યાર્થીઓને લેપટોપ અથવા સ્માર્ટ ફોન અપાશે
• સરકારી ભરતીનું કામ ઝડપી બનાવાશે
• દરેક તાલુકામાં રોજગાર અને માહિતી કેન્દ્ર
• રાજીવ ગાંધી ફાર્માસ્યૂટીકલ્સનું ગુજરાતમાં વિસ્તરણ કરાશે
• વીજળીના દરમાં પ૦ ટકા સુધીનો ઘટાડો કરાશે
• સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા પાસે
• ગરીબોને ર રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા અપાશે
• આંદોલન દરમ્યાન થયેલા કેસો પાછા ખેંચાશે અને ઈબીસીને અનામત
• ૪૯ ટકામાં ફેરફાર કર્યા વગર અનામત અને કલમ ૧પ (૪) અને ૧૬ (૪) હેઠળ ઓબીસીને મળતા લાભ અપાશે
• પોલીસ વિભાગોમાં કામના કલાકોની સમીક્ષા થશે
• ત્રણ મહિનામાં લેન્ડ પોલિસી ઘડવામાં આવશે
• ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્થાપન અટકાવવા સ્માર્ટ વિલેજ બનાવવાશે
• સરકારી નોકરીમાં ખાલી જગ્યાઓ માટે ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
• તમામ વિભાગોમાં સિટીઝન ચાર્ટર્ડનો સમાવેશ કરાશે
• મહિલાઓ માટે પિંક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરાશે
• ર૦૦ યુનિટ સુધી પ્રતિ યુનિટ બે રૂપિયે લેખે વીજળી અપાશે
• ગંભીર ગુનાના નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થપાશે
• ઉચ્ચશિક્ષણમાં કન્યાઓને ૧૦૦ ટકા ફી માફી
• સેટેલાઇટથી થયેલી જમીન માપણી રદ કરીને નવેસરથી સર્વે કરીને જૂની પધ્ધતિ મુજબ ન્યાયી જમીન માપણી કરવામાં આવશે
• નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગકારોને જીએસટીની જંજાળમાં મુકિત અપાશે
• રાજયમાં ૨૫ લાખ બેરોજગાર યુવાનોને રોજગારી અપાશે
• નરેન્દ્ર મોદીએ ટાટા નેનોને રૂ.૩૨ હજાર કરોડની જે રકમ આપી હતી, તેટલી જ રકમ એટલે કે, રૂ.૩૨ હજાર કરોડ રૂપિયા કોંગ્રેસ બેરોજગાર યુવાનોને રોજગારી માટે ફાળવાશે
• ફિકસ પગાર અને આઉટસોર્સીંગની જગ્યાઓ પર કાયમી નિમણૂંક કરવામાં આવશે
• પોલીસતંત્રમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરી દેવાશે અને રાજય પોલીસતંત્રને વધુ સુદ્રઢ બનાવાશે
• વિધવા અને વૃધ્ધોના સન્માનજનક પેન્શનની યોજનાઓ શરૂ કરાશે
• ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને આંબેડકર આવાસ યોજના અમલી બનાવી ૨૫ લાખ ઇડબલ્યુએસ અને એલઆઇજીના મકાનો નિર્માણ કરાશે
• રાજયમા કન્યાઓ માટે પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ મફત પૂરું પાડવામાં આવશે
• ગરીબ કામદારોને ડો.બાબાસાહેબ આંબેડકર સામાજિક સુરક્ષા કાર્ડ અપાશે અને તેના મારફતે તેને તમામ સામાજિક લાભો ઉપલબ્ધ બનાવાશે
• વિનામૂલ્યે અને સામાન્ય નાગરિકને પણ પોષાય તેવા દરે સારવાર અને દવા ઉપલબ્ધ થાય તે હેતુથી લોકોને સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કાર્ડ અપાશે
• રાજીવગાંધી ફાર્મસી સ્થપાશે કે જયાંથી નાગરિકોને પોષાય તેવા ભાવે વાજબી દરની દવાઓ ઉપલબ્ધ બનાવાશે
• ગેસના ભાવો નિયંત્રિત કરવા નિયમન પંચની રચના કરવામાં આવશે
• રાજયના દરેક ગામોમાં તળાવ, રમતગમતનું અદ્યતન વિશાળ મેદાન અને શૌચાલય સહિતની સુવિધા
• લોકાયુકતની સંસ્થા વધુ સુદ્રઢ અને અસરકારક બનાવાશે
• વિધાનસભાનું સત્ર દરમ્યાન વર્ષમાં ઓછામાં ઓછા ૧૨૦ દિવસ તો ગૃહની કાર્યવાહી કરાશે
• દલિતો પરના ઉનાકાંડ, થાનગઢ સહિતના કેસોમાં તેમ જ નલિયાકાંડ કેસમાં સીટ મારફતે તપાસ
• આદિવાસીઓના ઉત્કર્ષ અને લાભો માટે વીરસા મુંડા ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે
• અનુસૂચિત જાતિ માટે અનામત નીતિનો અમલ કરવામાં આવશે
• વિચરતી અને વિમુકત જાતિને પણ સમાજના તમામ લાભો પહોંચાડાશે
• રાજયની ગૌચરની જમીનો ભ્રષ્ટાચાર આચરી ભાજપ દ્વારા બિલ્ડરોને પધરાવાઇ છે, જેમાં પાંચ વર્ષથી વધુના સમય સુધી પડતર રહી હોય તેવી ગૌચર જમીનો ફરી સરકાર હસ્તક લેવાશે
• રાજયમાં ગામો અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં પાંજરાપોળ અને પશુપાલન માટેની સુવિધા ઉભી કરાશે
• યુવાનોને રોજગારી માટે સંત રોહીદાસ ફાઉન્ડેશન, વીરસા મુંડા ફાઉન્ડેશન, વિશ્વકર્મા ફાઉન્ડેશન અને સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશનની રચના કરાશે