(એજન્સી) તા.૧૦
જાણીતા નાટયકાર અને અભિનેતા ગિરીશ કર્નાડનું સોમવારે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં કાલ્લાપાલ્વી સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કડક સુરક્ષા વચ્ચે આ અંતિમ સંસ્કાર થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બપોરે ર વાગે કર્નાડના પાર્થિવ શરીરને ઈલેકટ્રીક સ્મશાનગૃહમાં મોકલવામાં આવ્યો તે પહેલાં કોઈપણ પ્રકારની વિધિ કરવામાં આવી ન હતી. કર્નાડનો પરિવાર તેમના અંતિમ સંસ્કાર સાદગીથી કરવા માગતું હતું. કર્ણાટકના વેગી ડી.કે. શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે રાજકીય સન્માન સાથે કર્નાડના અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના પરિવારે તે માટે પરવાનગી આપી ન હતી.