અમરેલી,તા.૧૧
આજરોજ અમરેલી જિલ્લા કલેક્ટરની બાજુમાં જિલ્લા પંચાયત રોડ પર જીજે ૧૪ એએ ૬૧પ૦ નંબરની ફોર્ચ્યુનર ગાડી રોડ સાઈડ પર આગળ મોટા અક્ષરે દૂરથી વાંચી શકાય તેમ લાલ કલરની અને ‘સાંસદ’ લખેલ બોર્ડ વાળી ગાડી પડેલી હતી ગઈકાલ તા : ૧૦/૦૩/ર૦૧૯ના ભારત ચૂંટણી પંચ દ્વારા સાંજે ૧૭ઃ૦૦ કલાકે સમગ્ર દેશમાં ચૂંટણી જાહેર કરી આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાના સ્પષ્ટ આદેશો થયેલા છે. ત્યારે આ પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ગાડી પર લખેલું ‘સાંસદ’એ આદર્શ આચાર સંહિતાનો ખુલ્લે આમ ભંગ કરેલ છે. આ અગાઉ પણ પૂર્વ સંસદ નારણ કાછડિયા સુપ્રીમકોર્ટના સ્પેશીયલ સિવિલ એપ્લિકેશન નં.ર૬પ/ર૦૧૧ના ત્રણ જજોની બેચ દ્વારા અપાયેલ ર૭/૦૪/ર૦૧રના જજમેન્ટ મુજબ કોઈ ગાડી અને કોઈ પણની ગાડી ઉપર નેમપ્લેટ લગાવી શકાતી નથી અને કાળા કાચ રાખી શકાતા નથી. જેને ૦૪/૦પ/ર૦૧રથી કડક અમલવારી કરવાનો ઓર્ડર કરેલ હોઈ તેનું પણ આ ઈસમ અગાઉ પણ કાયદાનો ભંગ કરેલ હોઈ અને હજુ પણ ભારતના પવિત્ર ચૂંટણી પંચની આચાર સંહિતાનો સરેઆમ ભંગ કરેલ હોઈ તેથી આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા આજના ફોટા સામેલ કરી અમરેલી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી પૂર્વ સાંસદ કાછડિયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવા માંગ કરી છે.