(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.ર૦
કોડિનારના ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠા સોલંકીને ભાજપ મોવડી મંડળે રિપીટ ના કરી ટિકિટ કાપતા જેઠા સોલંકીએ ભાજપ પક્ષમાં અસામાજિક તત્ત્વોનું રાજ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપ અને પૂર્વ સાંસદ દીનું સોલંકી ઉપર ગંભીર આક્ષેપો કરી ધારાસભ્ય પદ અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધર્યા બાદ ગઈકાલે ફાર્મહાઉસમાં જેઠા સોલંકી તેમના ટેકેદારો સાથે મળતા અને કોડિનાર કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ જો કોંગ્રેસ ટિકિટ આપે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ કોંગ્રેસ પણ જેઠા સોલંકીને ટિકિટ ન ફાળવતા અને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કર્યા બાદ કોડિનારના અનેક સમાજે જેઠા સોલંકીને પોતાનો અપક્ષ ઉમેદવાર બનાવતા ચૂંટણી લડવા તૈયાર થતાં આજે મંગળવારે જેઠા સોલંકી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે.