(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
હાઈકોર્ટના પૂર્વન્યાયમૂર્તિ સંતોષ હેગડેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દરેક કેસો માટે નહીં, પરંતુ ફક્ત બંધારણની વ્યાખ્યા જેવા વિશેષકૃત વિષયો માટે આખરી અદાલત હોવી જોઈએ. ન્યાયમૂર્તિ હેગડેએ મીડિયાને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દરેક ખટલાઓ માટે અંતિમ અદાલત હોવી જોઈએ પરંતુ અમેરિકાની ઉચ્ચતમ ન્યાયાલયની માફક સંવિધાનની વ્યાખ્યા જેવા કેટલાક વિશેષીકૃત વિષયો માટે આખરી અદાલત હોવી જોઈએ. તેમણે કહ્યું કે ઉચ્ચ ન્યાયાલય અને અન્ય ન્યાયાલયોને અન્ય વિષયોને સમેટવા દો જેને સુપ્રીમ સુધી ન લઈ જાવ. કર્ણાટકના પૂર્વ લોકાયુક્ત હેગડેએ કહ્યું કે ઉચ્ચન્યાયાલયોએ સતર્ક રહી કેસોની સંખ્યાને ઘટાડવી જોઈએ. દરેક કેસો નિયમિત લેવાવી જોઈએ. ઉચ્ચતમ ન્યાયાલયને સંવિધાન અદાલત અથવા એવી કોઈ ચીજ બનાવી દેવાથી તેને મદદ મળશે. આજે દરેક કેસ ભરેલી અદાલતથી શરૂ થઈ સુપ્રીમ સુધી જાય છે.