(સંવાદદાતા દ્વારા) સંતરામપુર,તા.રર
મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આજરોજ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા પોતાના પ્રાણ-પ્યારા પયગમ્બર સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર સોનુ ડાંગરને સરકાર દ્વારા કડકમાં કડક સજા અપાય અને ભવિષ્યમાં આવી ધાર્મિક લાગણી દુભાય તેવું કોઈપણ જાતની ટીપ્પણી કરવામાં ન આવે તેવી રજૂઆત સરકારમાં પહોંચાડવામાં જુમ્માની નમાજ પછી એક મૌન-રેલી જે વાડી વિસ્તારમાંથી ગોધરા-ભાગોળ ચોકડી થઈને શિસ્તબધ્ધ રીતે મામલતદાર સંતરામપુરને આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી.
આ વિશાળ રેલીમાં ઈસ્લામ ધર્મ શાંતિનો ઉપદેશ આપે છે ‘હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ ભાઈ-ભાઈ’ વગેરે બેનરો સાથે સંતરામપુરના રાજ-માર્ગો પરથી નીકળીને ઈન્ચાર્જ મામલતદાર એડને જુમ્મા મસ્જિદના પેશ-ઈમામ ખેહસાનુલ્લાહખાન સાહેબે સુપરત કર્યું હતું અને જણાવેલ કે ભવિષ્યમાં ધર્મની લાગણી દુભાય તેવું કોઈ કામ ન થાય તેવી અમારી લાગણી અને માગણી છે અને બુટલેગર સોનુ ડાંગરને સખતમાં સખત સજા થાય તેવી રજૂઆત કરી હતી. મામલતદાર એડે સમગ્ર મુસ્લિમ સમાજને શાંતિથી સાંભળી અને સરકારમાં પહોંચાડવાની બાહેંધરી આપી હતી.
સમગ્ર શાંતિ-રેલીમાં સંતરામપુર જુમ્મા મસ્જિદના પેશઈમામ એહસાનુલ્લાખાન સાહેબ, કાદરી મસ્જિદના સૈયદ સાહેબ-નુરી-મસ્જિદ પેશઈમામ સાહેબ, મસ્જિદે ઈસ્લામિયાના મૌલાના અબ્બાસ સાહેબ, તેમજ અન્ય મસ્જિદના ઈમામ સાહેબો બંને સમાજના આગેવાનો સૌ કોઈ હાજી અ. રહીમ ભુટા, હાજી સલામ સીભાઈ, હાજી સલામ ગઠલી, હાજી ફીકાયતખાંન પઠાણ, લિયાકતખાન પઠાણ, યુસુફખાન પઠાણ, હાજી શહીદ અરબ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.