હરિયાણા,તા.૨૬
હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીએ ભાજપના સાસંદ અશ્વિની ચોપડાને વળતો જવાબ આપ્યો છે. અશ્વિનિ ચોપડાએ સંપના ચૌધરીને ઠુમકા વાળી કહ્યું હતુ. સપના ચૌધરીએ કહ્યું કે, અશ્વિનિ ચોપડાએ આ પ્રકારનું નિવેદન આપી પોતાની માનસિકતાને છતી કરી છે. અશ્વિની ચોપડા વરિષ્ઠ વ્યક્તિ છે એટલા માટે તેમને માફી માગવાનું કહેવામાં નહી આવે. સપનાએ વધુમાં કહ્યું કે, હુ એક કલાકાર છું હું મારા કામ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરૂં છું. સપના ચૌધરી શુક્રવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત કરી હતી. પરંતુ સમય ન મળવાના કારણે સપના ચૌધરીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત નહોતી કરી. કોંગ્રેસ કાર્યલયની મુલાકાત બાદ સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળ તેજ બની હતી. જે બાદ ભાજપના સાંસદ અશ્વિની ચોપડાએ વિવાદિત ટિપ્પણી કરી હતી.