(એજન્સી) લંડન, તા.પ
ઉત્તર ઈંગ્લેન્ડની રહેવાસી અને પાકિસ્તાની મૂળ સારા ઈફતેખાર મિસ ઈંગ્લેન્ડ સૌદર્ય સ્પર્ધામાં હિજાબ પહેરનારી પ્રથમ મુસ્લિમ ફાઈનાલીસ્ટ બની છે. સારા ઈફતેખાર ઈંગ્લેન્ડના પશ્ચિમ યોર્ક શાયર વિસ્તારમાં સ્થિત હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં વકીલાતનો અભ્યાસ કરે છે. તેણે જુલાઈમાં મિસ હડર્સફિલ્ડ ર૦૧૮નો ખિતાબ જીત્યો હતો અને હવે તે ૪૯ બીજા હરીફોની સાથે મિસ ઈંગ્લેન્ડના તાજ માટે પ્રતિસ્પર્ધા કરશે.
ર૦ વર્ષની સારા મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરે છે અને તે સોશ્યલ મીડિયા પર પણ લોકપ્રિય છે અને તે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પાકિસ્તાની પોશાકમાં તેના ફોટો પણ શેર કરે છે.
સારાએ જણાવ્યું કે “મને આશા નહતી કે હું ઈતિહાસ રચીશ. કે ખૂબ જ ગર્વ અનુભવી રહી છું હું કદાચ મિસ ઈંગ્લેન્ડનાં ફાઈનલ હિજાબ પહેરનારી પ્રથમ મહિલા બની જઈશ. જો કે હું એક સામાન્ય યુવતી છું અને અમારી બધાની પાસે આ સ્પર્ધામાં સામાન્ય તક હશે.”
તેણે જણાવ્યું કે, જ્યારે હું મારી જાતને ઢાંકવા ઈચ્છું છું અને શિષ્ટતાપૂર્વક પોશાક પહેરું છું તો તેમાં વાંધો શું છે ? હું માત્ર સામાન્ય હરીફોની જેમ જ છું જો હું કોઈને સંદેશ આપું છું તો હું બીજા લોકોને પ્રોત્સાહિત કરું છું.