(એજન્સી) નવી દિલ્હી, તા .૧
કારોબારને સરળ બનાવી દઈને ભ્રષ્ટાચાર કરવાનું કામ સરળ બનાવી દેવામાં આવ્યું તેવા પૂર્વવતી યુપીએ સરકારની ટિપ્પણીની ટીકા કરતાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે યુપીએ અને એનડીએ વચ્ચે એટલો ફર્ક છે કે હવે ભ્રષ્ટાચારને સરળ બનાવવાનું કામ બિઝનેશને સરળ બનાવવામાં કામ પરિણમ્યું છે. આ પહેલા દિવસની શરૂઆતમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણામંત્રી જેટલી પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે તમારી નોટબંધી, જીએસટીએ સરળ વેપારને બર્બાદ કરી નાખ્યો.જેટલીને નિશાન બનાવતાં રાહુલે કહ્યું કે સમગ્ર દેશ ચીસો પાડીને કહેશે ભારતમાં વેપાર કરવો હવે સરળ રહ્યો નથી.રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકાર જીએસટીની સફળતાને હાઈલાઈટ કરવા માટે મોટી કોન્ફરન્સનુ આયોજન કરે છે પરંતુ લોકોમાં ઘણો ગુસ્સો વ્યાપ્ત છે. ભારતમાં બિઝનેશ કરવા માટે સરળ માહોલ રહ્યો નથી. જીએસટીએ તમામ વેપારને તબાહ કરી નાખ્યો. ગુજરાતમાં ભાજપને આગામી ચૂંટણીમાં કરંટનો ઝટકો લાગશે. વર્લ્ડ બેન્ક દ્વારા જારી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ ઈન્ડેક્સ અનુસાર ૧૯૦ દેશોની યાદીમાં ૧૦૦માં ક્રમે આવવા માટે ભારતનું સ્થાન ૩૦ ટકા જેટલું વધ્યું છે.