Ahmedabad

સરસપુરમાં હત્યા કેસના ફરાર ચાર આરોપી ઝબ્બે

અમદાવાદ,તા. ૧૧
શહેરના સરસપુર વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા સામાન્ય તકરારમાં મગનભાઇ ડાભી નામના યુવકને માથામાં લોખંડની પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા પ્રકરણમાં શહેર કોટડા પોલીસે આજે ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે બાતમીના આધારે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં એક આરોપી કિશોરવયનો છે. આ અંગેની વિગત એવી છે કે, ગત તા.૩-૮-૨૦૧૭ના રોજ સરસપુર વિસ્તારમાં બોમ્બે હાઉસીંગ પાસે બાર ઓરડીની ચાલી ખાતે આરોપી મનીષ અમરાભાઇ ડાભી તેના ઘર આગળ બૂમાબૂમ કરતો હોઇ પોપટભાઇ ડાભીએ તેમ નહી કરવા તેને ઠપકો આપ્યો હતો. આ વાતને લઇ ઝઘડો થયો હતો અને આરોપી મનીષ ડાભી તથા તેના ભાઇઓએ લોખંડની પાઇપ વડે પોપટભાઇ ડાભી, તેમના પુત્ર મગનભાઇ અને પરિવારના અન્ય સભ્યો ઉપર હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું. જેમાં મગનભાઇ ડાભીને માથામાં ગંભીર ઇજા થતાં તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે, ત્યાં બે દિવસ પહેલાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં પોલીસને મનીષ અમરાભાઇ ડાભી સહિતના ચારેય આરોપીઓ તેમના વકીલને મળવા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર આવવાના છે તેવી ચોક્કસ બાતમી મળતાં પોલીસ ખાનગી વેશમાં વોચમાં ગોઠવાઇ ગઇ હતી અને આરોપીઓ જેવા આવ્યા કે તેઓને દબોચી લીધા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.