(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસે ગુજરાતના ડભોઈમાં સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યાં બાદ એક જનસભાને સંબોધિત કરી. મોદીએ પોતાના ભાષણમાં સરદાર સરોવર ડેમના મહત્વ,નૂતન ભારત માટેના તેમના વીઝન અને બીજા મુદ્દાઓની ચર્ચા કરી હતી.
પીએમના ભાષણના ૧૦ મુદ્દાઓ
૧. ૨૦૨૨ ની સાલમાં આપણે જ્યારે ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યાં હોઈશું ત્યારે નૂતન ભારતનું સર્જન કરવામાં કોઈ કોર-કસર નહી છોડવામાં આવે.
૨. હું સંકૂચિત વિચારસરણી ધરાવતો નથી. જ્યારે ૧૨૫ કરોડ લોકો મારી સાથે હોય પછી સંકુચિત વિચારસરણી રાખવાનો શું સવાલ.
૩. આજે મારે ખાસ બે મહાનુભાવોની વાત કરવી છે, સરદાર પટેલ અને ડો.બાબાસાહેબ આંબેડકર વિશે, મંત્રી તરીકે આ બન્ને હસ્તીઓએ સિંચાઈ અને વોટરવેઝ પર ખાસ ભાર મૂક્યો હતો.
૪. સરદાર સરોવર ડેમમાં અનેક અડચણો આવી હતી પરંતુ અમે ડેમને પાર પાડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
૫. ગુજરાતના મંદિરોએ સરદાર સરોવર ડેમ માટે પૈસા આપ્યાં, વિશ્વ બેન્કને ફંડ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
૬. દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચતું કરવા માટે તમે ખૂબ મહેનત કરી છે. તમારા સંઘર્ષને કારણે આજનું ભારત શક્યું બન્યું છે.
૭. આપણે સરદાર સરોવર ડેમ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે.
૮. ભારતના પશ્ચિમી ભાગમાં પાણીની ખેંચ વર્તાઈ રહી છે. પૂર્વ વિસ્તારમાં વીજળી અને ગેસ સપ્લાયની અછત છે.
૯. અમે આવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની દિશામા કામ કરી રહ્યાં છીએ. ભારતે વિકાસની નવી ઊંચાઈ સર કરી છે.
૧૦. સરદાર સરોવર ડેમ વોટર સ્પોટ્‌ર્સ, સાહસિક રમત, તથા પ્રવાસન માટે એક કેન્દ્ર સમાન બની રહેશે. સરદાર સરોવર ડેમ અને સરદાર પટેલની પ્રતિમા સમગ્ર વિશ્વના લાખો પ્રવાસીઓને આકર્ષિત કરશે. તેનાથી પ્રવાસની કાયાપલટ થશે.