અમદાવાદ, તા.૧૪
ગુજરાતમાં જનતાના આશીર્વાદ કોંગ્રેસ તરફ છે અને જનતાનો આક્રોશ ભારતીય જનતા પાર્ટી સામે છે. જેનાથી ભાજપની હાર નિશ્ચિત જણાતા ભારતીય જનતા પાર્ટી પાયાવિહોણી અને જુઠ્ઠી વાતો કરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરૂષ હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રપ વર્ષથી પ્રમુખ રહ્યા હતા. આ સરદાર સાહેબના નામની વાતને સદંતર ખોટી બાબતમાં જોડીને ભાજપના જે હવાતિયા ચાલી રહ્યા છે તેનાથી ગુજરાતમાં ભાજપને વધારે નુકસાન થશે. એમ જણાવી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંજય જોશીની સીડી બનાવનાર લોકોએ હાર્દિક પટેલ પર જે ગંદી રાજનીતિ કરી છે તેના સંદર્ભમાં અપાયેલી પ્રતિક્રિયાને ભાજપ દ્વારા વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.