(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩૪ મીટરને પાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ૪ લાખ ક્યુસેક પાણી છોડાતા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે નર્મદા ડેમના ર૩ દરવાજા ૩.પ મીટર ખોલવામાં આવ્યા છે અને કેનાલમાં ૧પ૦૮૦ પાણી છોડાઈ રહ્યું છે.
સરદાર સરોવર ડેમમાં ૭,૩૭,૧૪૭ ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવકને પગલે ડેમમાંથી ૬૧,પ૩૭ ક્યુસેક પાણી છોડાતા તેની સીધી અસર ભરૂચ જિલ્લાના નદીકાંઠાના વિસ્તારમાં પડી છે. આથી સલામતીના ભાગરૂપે વહીવટીતંત્રએ કાંઠાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી છે.